લોર્ડ્સ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ ખરા અર્થમાં એક શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડસના ભવ્ય મેદાન ખાતે ચાલી રહેલ ટેસ્ટ મેચના અંતિમ દિવસે ભારતની 22 રનથી હાર થઈ પરંતુ રવિન્દ્ર જાડેજા લોર્ડ્સ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શાનદાર અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.


લોર્ડ્સ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા પર ઉઠયા સવાલ

લોર્ડ્સ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયા તરફથી ખુબજ શાનદાર રમતના દર્શન કરાવ્યા પરંતુ તેમ છતાં પણ મેચના અંતિમ દિવસે ભારત માટે જીત બસ થોડા અંતરથી દૂર રહી ગઈ હતી. લોર્ડ્સ ટેસ્ટ મેચના અંતિમ દિવસે રવિન્દ્ર જાડેજા જ્યાં સુધી પિચ પર હાજર હતા ત્યાં સુધી તમામને આશા હતી કે ચોક્કસથી ભારતની ટીમ જીતશે પરંતુ મોહમ્મદ સિરાજના આઉટ થતાની સાથેજ તમાં આશાઓ પર પાણી ફરી વળ્યું. આ મેચ બાદ રવિન્દ્ર જાડેજાની બેટિંગ પર ઘણા અનુભવી ક્રિકેટરોએ સવાલ પણ ઉઠાવ્યા હતા.

દિગ્ગજ ખેલાડીઓએ ઉઠાવ્યા સવાલ

લોર્ડ્સ ટેસ્ટ મેચના મેચના અંતિમ દિવસે ભારતે ઇંગ્લેન્ડને મેચના અંત સુધી ટક્કર આપી હતી અને છેલ્લે ભારત ઈંગ્લેન્ડ સામે માત્ર 22 રનથી મેચ હારી ગયું. લોર્ડસના ભવ્ય મેદાનમાં ભારતની આ હાર પછી ભારતીય ટીમનાજ કેટલાક ખેલાડીઓએ રવિન્દ્ર જાડેજાની બેટિંગ કારવાની શૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. અનિલ કુંબલે, સુનીલ ગાવસ્કર અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજ ખેલાડીઓએ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે રવિન્દ્ર જાડેજા મેચના અંતમાં થોડું જોખમ લઈને રમ્યા હોત તો કદાચ ટીમ ઇન્ડિયા લોર્ડ્સ ખાતે મેચ જીતી શકી હોત.

ચેતેશ્વર પૂજારાએ કર્યો ખુલાસો

ચોક્કસથી લોર્ડ્સ ખાતે રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ લોર્ડ્સના મેદાનમાં તમાં ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતવામાં રવિન્દ્ર જાડેજા સફળ રહ્યા હતા. ભારતના પૂર્વ ખેલાડી ચેતેશ્વર પૂજારાએ રવિન્દ્ર જાડેજાની બેટિંગ અંગે ખુલાસો કરતાં કહ્યું છે કે મિડ-ઓફ અને કવર વચ્ચે ઘણો ગેપ હતો. પિચ પર બોલ નરમ થઈ ગયો હતો અને પીચ પણ ખૂબ ધીમી લાગી રહી હતી અને આજ કારણથી રવિન્દ્ર જાડેજાને મોટા ફટકા મારવામાં મુશ્કેલી પડી રહી હતી. 

  • Follow us on: