ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે ત્યારે હાલ ચાલી રહેલી મેચમાં વિશ્વ વિક્રમ સર્જાય તેવી પુરેપુરી શક્યતા છે કારણ કે આ ટેસ્ટ મેચમાં ખેલાડીઓ સદીઓ પર સદીઓ ફટકારી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના બેટ્સમેનોએ અત્યાર સુધી મળીને આ ટેસ્ટ સિરીઝમાં 19 સદી ફટકારી દીધી છે જે એક ઇતિહાસ છે અને જો આ જે પણ ઇંગ્લેન્ડના 3 બેટ્સમેન સદી ફટકારશે તો વિશ્વવિક્રમ સર્જાઇ શકે છે.
જો ઇંગ્લેન્ડના 3 ખેલાડી સદી ઠોકી દેશે તો પછી ટેસ્ટ ક્રિકેટમાં અનોખો ઇતિહાસ સર્જાશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ લંડનના ઓવલ મેદાનમાં પાંચમી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચની ચોથી ઇનીગ્સમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતે બનાવેલા 374 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી છે. આ ઇનિંગ્સમાં જો ઇંગ્લેન્ડના 3 ખેલાડી સદી ઠોકી દેશે તો પછી ટેસ્ટ ક્રિકેટમાં અનોખો ઇતિહાસ સર્જાશે અને ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાઇ જશે
એક જ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 22 સદી ફટકારાઇ હોય તેવો આ પહેલો બનાવ
તમને જણાવી દઇએ કે પાંચ ટેસ્ટ મેચોની આ સિરીઝમાં ભારત અને ઇંગ્લેન્ડના બેટ્સમેનો 19 સદી ઠોકી ચુક્યા છે. ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના 3 ખેલાડી જો સદી બનાવશે તો એક જ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 22 સદી ફટકારાઇ હોય તેવો આ પહેલો બનાવ હશે કારણ કે અગાઉ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં 21 સદી ફટકારાઇ હતી અને ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ખેલાડીઓએ 20 સદી ફટકારી હતી.
આ ખેલાડીઓએ સદી ફટકારી
આ ટેસ્ટ સિરીઝમાં શુભમન ગિલે 3 સદી, કે. એલ રાહુલે 2 સદી, રુષભ પંતે 2 સદી, જો રુટે 2 સદી, યશસ્વી જયસ્વાલે 2 સદી, રવિન્દ્ર જાડેજાએ 1 સદી ફટકારી હતી તો બેન ડકેટે 1 સદી તથા સ્મીથે 1, હેરી બ્રુકે 1 અને બેન સ્ટોક્સે 1 તથા વોશિંગ્ટન સુંદરે 1 અને ઓલી પોપે પણ 1 સદી ફટકારી હતી આ રીતે આ ટેસ્ટ સિરીઝમાં 19 સદી થઇ ચુકી છે
ભારતે મરણિયા પ્રયાસ કરવા પડશે
હાલ તો ભારત અને ઇંગ્લેન્ડ આ સિરીઝ 2-2 ની સરખામણીમાં જ પુરી થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. અને તે માટે ખાસ તો ભારતે મરણિયા પ્રયાસ કરવા પડશે.