ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. આ મેચમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયાને ટોસમાં હારનો સામનો કરવો પડ્યો. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે આ વખતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ દરમિયાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું કે મેચ પહેલા તે કઈ બાબતમાં મૂંઝવણમાં હતો?
ટોસ પછી વાત કરતા શુભમન ગિલે કહ્યું, મેચ પહેલા હું મૂંઝવણમાં હતો કે ટોસ જીત્યા પછી મારે શું કરવું જોઈએ? જોકે, જો હું ટોસ જીત્યો હોત, તો મેં પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હોત, કારણ કે બોલરોને પહેલા સત્રમાં ચોક્કસપણે મદદ મળતી. ટોસ હાર્યા પછી પણ, ટીમ ઈન્ડિયાને બોલિંગ કરવાની તક મળી અને મેચનો પહેલો દિવસ બોલિંગમાં ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારો રહ્યો. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4 મોટા ઝટકા આપ્યા.













