ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણી આજે એના ત્રીજા તબક્કે પહોંચવાની છે.  વિશ્વ ક્રિકેટ જગતના ભવ્ય સ્ટેડિયમ લોર્ડસ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી મેચ માટે રમત જામશે. ત્યારે મેચના પ્રથમ દિવસે લોર્ડ્સ ખાતે કેવું રહેશે હવામાન એ વિશે થોડું જાણીએ.


ત્રીજા દિવસે જામશે જોરદાર ટક્કર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે લોર્ડસ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે અને આ પહેલા રમાયેલ બે મેચના પરિણામ ની વાત કરીએ તો બંને ટીમો ક્યાંક ને ક્યાંક એકબીજા પર ભારે પડી હોય કઈક એવું લાગી રહ્યું છે. બીજી મેચમાં એજબેસ્ટન ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી જ્યારે લીડ્સ ખાતે પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી હતી. આજની મેચમાં ભારતીય ક્રિકેટ ચાહકોની નજર ભારતની યુવા ટીમ પર રહેવાની છે એ આશા સાથે કે ભારત ત્રીજી મેચમાં પણ લીડ મેળવે.

કેવું રહેશે આજનું હવામાન

લોર્ડસ ખાતે આજની મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. હવામાન રિપોર્ટ મુજબ, લોર્ડ્સ ખાતે પહેલા દિવસે હવામાન મોટે ભાગે સ્વચ્છ રહેવાનું છે. આ દિવસે મહત્તમ તાપમાન 30 અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. પવનની ગતિ 10 કિમી પ્રતિ કલાક રહેવાની અને ભેજનું પ્રમાણ 84 ટકા રહેવાની ધારણા અત્યારે રિપોર્ટ મુજબ સેવાઇ રહી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચાહકોને પહેલા દિવસે 90 ઓવરની આખી રમત જોવા મળી શકે છે.

ટોસ જીતનાર કેપ્ટન શું નિર્ણય લેશે?

આજે લોર્ડસ ખાતે યોજાવા જઈ રહેલ ત્રીજી ટેસ્ટ મેચની પહેલા લોર્ડ્સની પીચની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ક્રિકેટ વિવેચકો અનુસાર આ પિચ ખાસ બોલરોને મદદ કરી શકે છે કેમ કે પિચ એકદમ લીલા ઘાસથી ભરેલી છે જેનાથી બોલરોને ખૂબ ફાયદો થઈ શકે છે. પિચને જોતાં શરૂઆતમાં અહીંની પીચ ઝડપી બોલરોને મદદ કરી શકે છે પરંતુ પછી જો અહીં સારો સૂર્યપ્રકાશ સારો રહ્યો તો આ પીચ બેટિંગ માટે સંપૂર્ણપણે ફિટ થઈ શકે છે. અહીં બેટ્સમેનોએ શરૂઆતમાં ખૂબ કાળજીપૂર્વક રમત દેખાડવી પડશે. 

  • Follow us on: