મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના નેતૃત્વમાં એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ સમાચાર આવી રહ્યા છે કે હવે ટીમ ઈન્ડિયાની સિનિયર સિલેકશન કમિટીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સિનિયર સિલેકશન કમિટીના સભ્ય એસ શરથનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હોવાથી, હવે તેમના સ્થાને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિન બોલરનું નામ સામે આવી રહ્યું છે.


પ્રજ્ઞાન ઓઝા સિલેકશન કમિટીનો ભાગ હશે!

એક રિપોર્ટ મુજબ, ભૂતપૂર્વ સ્પિન બોલર પ્રજ્ઞાન ઓઝા દક્ષિણ ઝોન તરફથી રાષ્ટ્રીય સિલેક્ટર બને તેવી શક્યતા છે. પ્રજ્ઞાન હવે એસ શરથનું સ્થાન લઈ શકે છે. એસ શરથે પસંદગીકાર તરીકે લગભગ 4 વર્ષ પૂર્ણ કર્યા છે. એસ શરથ ફરીથી જુનિયર સિલેકશન કમિટીના મુખ્ય સિલેક્ટર બની શકે છે.

BCCI એ અરજીઓ જાહેર કરી

બીસીસીઆઈએ રાષ્ટ્રીય  સિલેક્ટરના પદ માટે અરજીઓ બહાર પાડી છે. જે મુજબ, ઉમેદવારે ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચ અથવા 30 ફર્સ્ટ ક્લાસ મેચ અથવા 10 ઓડીઆઈ મેચ રમી હોવી જોઈએ. તેણે ઓછામાં ઓછા 5 વર્ષ પહેલાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવી જોઈએ. તે 5 વર્ષ સુધી બીસીસીઆઈની કોઈપણ ક્રિકેટ કમિટીનો સભ્ય ન હોવો જોઈએ.


પ્રજ્ઞાન ઓઝાનું ક્રિકેટ કરિયર

પ્રજ્ઞાન ઓઝાએ ટીમ ઈન્ડિયા માટે 24 ટેસ્ટ, 18 વનડે અને 6 ટી20 મેચ રમી છે. 24 ટેસ્ટ મેચમાં બોલિંગ કરતી વખતે પ્રજ્ઞાને 113 વિકેટ લીધી હતી. આ દરમિયાન, તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 89 રન આપીને 10 વિકેટ લેવાનું હતું. તેણે વનડેમાં 21 વિકેટ અને T20માં 10 વિકેટ લીધી હતી.


  • Follow us on: