ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ યજમાન ટીમ ઇંગ્લેન્ડના આંગણે 5 મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે જેમાં ચોક્કસથી યજમાન ટીમ ઈંગ્લેન્ડ હાલ ભારત સામે 2-1ની સરસાઈથી આગળ ચાલી રહી છે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ધરતી પર એક એવો ઇતિહાસ રચ્યો છે જે ખરા અર્થમાં વખાણવા લાયક છે.


ઈંગ્લેન્ડ શ્રેણીમાં 400 બાઉન્ડ્રી ફટકારી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ધરતી પર જાણે બાઉન્ડ્રીનો અનરાધાર વરસાદ કરી મૂક્યો હોય કઈક એવું લાગી રહ્યું છે. ભારતીય ટીમના સ્ફોટક બેટ્સમેનોએ વિદેશી બોલરોને તેમની ધરતી પર ખૂબ મહેનત કરાવી છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડના આંગણે રમાઈ રહેલ ટેસ્ટ શ્રેણીમાં કુલ 416 બાઉન્ડ્રી ફટકારી છે જે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.

ભારતીય ટીમે પોતાનો 61 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમે આ પહેલા પણ વિદેશની ધરતી પર આ પ્રકારની જોરદાર કમાલ કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમે આજથી 61 વર્ષ પહેલા એટલેકે વર્ષ 1964માં ઈંગ્લેન્ડ સામે રમાયેલ ટેસ્ટ શ્રેણીમાં 384 બાઉન્ડ્રી ફટકારી હતી. ભારતીય ટીમના ધમાકેદાર બેટ્સમેનોએ આટલા વર્ષો પછી ઈંગ્લેંડમાં કમાલ કરીને પોતાનોજ 61 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

કપ્તાન ગિલ પણ ચાલી રહ્યા છે ફોર્મમાં

ચોક્કસથી હાલ ભારતીય ક્રિકેટ ટીમના તમામ બેટ્સમેનો ઈંગ્લેન્ડ સામે ખુબજ સારું પ્રદર્શન કરી રહ્યા છે એ સાથે સાથે ઈંગ્લેન્ડ પ્રવાસની જવાબદારી જે યુવા કપ્તાનને આ વખતે સોંપવામાં આવી છે એવા શુભમન ગિલે પણ આ ટેસ્ટ પ્રવાસમાં તેમના બેટથી કપ્તાની કમાલ કરી નાખી છે. આ વખતે શુભમન ગિલ સાથે કેએલ રાહુલ પણ વર્તમાન શ્રેણીમાં ભારતીય ટીમ માટે સૌથી મોટા હીરો સાબિત થયા છે. ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓમાં કપ્તાન ગિલ નંબર વન પર ચાલી રહ્યા છે.


  • Follow us on: