છ વખતની વિશ્વ ચેમ્પિયન ભારતીય બોક્સર એમસી મેરી કોમ પર જુનિયર બોક્સર સાથે અફેર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ગંભીર આરોપો તેના ભૂતપૂર્વ પતિ દ્વારા લગાવવામાં આવ્યા છે. તેના ભૂતપૂર્વ પતિ, કરુંગ ઓનલરે જણાવ્યું હતું કે મેરી કોમના લગ્ન પછી લગ્નેત્તર સંબંધ હતો. તેણે આ આરોપો સમાચાર એજન્સી સામે કબૂલાત કરી હતી .ઓનલરે આ આરોપો એક શોમાં દેખાયા પછી લગાવ્યા હતા અને તેના પર કરોડો રૂપિયાની છેતરપિંડી અને જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો હતો.
મેરી કોમ વિશે ભૂતપૂર્વ પતિનો મોટો ખુલાસો
કરુંગ ઓનલરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મેરી કોમનો 2013માં એક જુનિયર બોક્સર સાથે અફેર હતો."અમારા અને અમારા પરિવારો વચ્ચે તેના પર ઝઘડો થયો હતો,પરંતુ અમે પછીથી સમાધાન કર્યું,ઓનલરે કહ્યું.એક ઇન્ટરવ્યુ દરમિયાન ઓનલરે મેરી કોમના બીજા અફેરનો ખુલાસો કર્યો.તેણે જણાવ્યું હતું કે 2017માં, તે તેની એકેડેમીમાં કામ કરતા એક પુરુષ સાથે સંબંધમાં હતી.મારી પાસે તેમના વોટ્સએપ સંદેશાઓ અને તે પુરુષનું નામ પુરાવા તરીકે છે.મેરી કોમ અને ઓનલરે ગયા વર્ષે તેમના છૂટાછેડાની પુષ્ટિ કરી.













