ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ 5 મેચની ટેસ્ટ શ્રેણી એક દિવસીય મેચ અને ટી20 ફોર્મેટ કરતાં પણ વધારે રસપ્રદ બની રહી છે. ત્યારે હવે ગરવી ગુજરાતનું ગૌરવ અને ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવા જઈ રહ્યું છે.


શ્રેણીમાં જાડેજાનો તરખાટ

ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર ઓલરાઉન્ડરે હાલ ઈંગ્લેન્ડ ખાતે ચાલી રહેલ ટેસ્ટ શ્રેણીમાં જોરદાર તરખાટ મચાવી રાખ્યો છે. ન માત્ર બોલિંગથી પણ બેટિંગથી પણ આ સ્ટાર ખેલાડી હાલ વિરોધી વિદેશી ટીમને હંફાવી રહ્યો છે. ભૂતકાળમાં 5 મહિના સુધી સતત ઇજાને કારણે ક્રિકેટથી દૂર રહ્યા બાદ પણ આ ખેલાડીએ તેની રમતમાં સેજ પણ ઓટ નથી આવવા દીધી. ઇજામાંથી બહાર આવ્યા બાદ રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન દેખાડ્યું.

ઇતિહાસના પન્ના પર હવે જાડેજાનું નામ

યજમાન ટીમ ઇંગ્લેન્ડના આંગણે ચાલી રહેલ ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ જે માન્ચેસ્ટર યોજાઇ હતી એ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ તેમની બેટિંગ અને બોલિંગથી ઈંગ્લેન્ડમાં જોરદાર કહેર વાર્તાવ્યો. ચોથી ટેસ્ટમાં સદી ફટકારીને અણનમ રહ્યા બાદ તેમણે 4 વિકેટ પણ ચટકાવી હતી અને આ સાથેજ રવીન્દ્ર જાડેજા ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટમાં 4000 રન બનાવનાર અને સાથે સાથે 300 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વના માત્ર ચોથા ખેલાડી બની ચૂક્યા છે.

આ પહેલા 3 ખેલાડીઓએ કરી છે કમાલ

ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટમાં રવીન્દ્ર જાડેજા પહેલા ભારતના કપિલ દેવ, ઇંગ્લેન્ડના ઇયાન બોથમ અને ન્યુઝીલેન્ડના ડેનિયલ વેટોરી આ રેકોર્ડ લિસ્ટમાં ટોપ 3ની યાદીમાં સામેલ છે.

ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં 4000+ રન અને 300+ વિકેટ ધરાવતા ખેલાડીઓ

કપિલ દેવ - 5248 રન અને 434 વિકેટ

ઇયાન બોથમ - 5200 રન અને 383 વિકેટ

ડેનિયલ વેટોરી - 4531 રન અને 362 વિકેટ

  • Follow us on: