ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ આ દિવસોમાં ટીમ ઈન્ડિયાથી દૂર હતો. શમી ઘણા વર્ષોથી રેડ બોલ ક્રિકેટ રમ્યો નથી, જ્યારે IPL 2025 માં તેનું પ્રદર્શન ખૂબ સારું નહોતું અને તેની ફિટનેસ પણ એવી દેખાતી નહોતી, જેના કારણે શમીને ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. તે જ સમયે, લાંબા સમયથી તેની પુત્રીથી દૂર રહેલા મોહમ્મદ શમીએ આજે તેના જન્મદિવસ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.
મોહમ્મદ શમીની પુત્રી આયરા શમી આજે તેનો 10મો જન્મદિવસ ઉજવી રહી છે. જોકે, શમીતેની પુત્રી સાથે નથી કારણ કે તેની પત્ની અને પુત્રી ક્રિકેટરથી અલગ રહે છે. જોકે, તેની પુત્રીને યાદ કરતા શમીએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
દીકરીના જન્મદિવસ પર શમીની ઈમોશમનલ પોસ્ટ
શમીએ પોતાની દીકરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું, પ્રિય દીકરી, મને હજુ પણ તે બધી રાતો યાદ છે જ્યારે અમે જાગતા રહ્યા, હસતા રહ્યા અને તું નાચતી રહી. મને વિશ્વાસ નથી થતો કે તું આટલી ઝડપથી મોટી થઈ રહી છે, હું તારા માટે જીવનમાં સારી વસ્તુઓ ઈચ્છું છું. ભગવાન તને આજે અને હંમેશા ખુશ અને સ્વસ્થ રાખે. જન્મદિવસની શુભકામનાઓ.
શમીની પત્ની અને પુત્રી 7 વર્ષથી તેનાથી દૂર રહે છે
મોહમ્મદ શમીએ વર્ષ 2014માં હસીન જહાં સાથે લગ્ન કર્યા. આ પછી, હસીન જહાંએ વર્ષ 2015 માં એક પુત્રીને જન્મ આપ્યો. થોડા વર્ષો સુધી બધું બરાબર રહ્યું અને પછી હસીન જહાંએ મોહમ્મદ શમી પર જાતીય શોષણ અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા, જેના કારણે શમીને કોર્ટની મુલાકાત લેવી પડી. વર્ષ 2018માં, શમી અને હસીન એકબીજાથી અલગ થઈ ગયા, જોકે તેમના હજુ સુધી છૂટાછેડા થયા નથી. થોડા દિવસો પહેલા, કોલકાતા હાઈકોર્ટે પણ શમીને તેની પત્ની અને પુત્રી માટે 4 લાખનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.