ક્રિકેની રમત વિશે હંમેશા એમ કહેવાય છે કે આ એક જેન્ટલમેન રમત છે, પરંતુ ક્રિકેટના ભવ્ય ભૂતકાળને જોવામાં આવે તો ખેલાડીઓ મેદાન પર ઘણી વાર જુસ્સામાં એવો વ્યવહાર કરી બેસતા હોય છે જે જેન્ટલમેન રમતની વિરુદ્ધ સાબિત થાય છે.


વિકેટ લીધા બાદ દેખાડ્યો અતિશય ક્રોધ

એક ખેલાડી તરીકે રમત પ્રત્યેનો આક્રોશ દરેક રમતમાં અનિવાર્ય હોય છે પરંતુ શરત બસ એટલી કે એ જુસ્સો બસ રમત સુધી રહે વ્યક્તિગત ન પહોંચે, પરંતુ UP T20 લીગ મેચમાં 24 ઓગસ્ટના રોજ રમાયેલી એક મેચમાં અટલ બિહારી નામના બોલરે તેની ધારદાર બોલિંગથી એવો તાંડવ મચાવ્યો કે બેટ્સમેન ખાલી મેદાન જોવા આવતા હોય એવું લાગી રહ્યું હતું. 26 વર્ષીય યુવા ખેલાડી અટલ બિહારીએ લખનૌના એકાના સ્ટેડિયમમાં UP T20 લીગમાં કાશી રુદ્રસ તરફથી એવો તરખાટ મચાવ્યો કે તે જીતનો મુખ્ય હીરો સાબિત થયો પરંતુ આ ખેલાડી રમત દરમિયાન તેના આક્રોશને અંકુશમાં ન રાખી શક્યો.


 


લખનૌ ફાલ્કન્સ ઘૂંટણીયે પડી ગઈ

કાશી રુદ્રસ અને લખનૌ ફાલ્કન્સ વચ્ચે લખનૌના એકાના સ્ટેડિયમમાં 24 ઓગસ્ટના રોજ જામેલી જોરદાર ટક્કર મેચમાં કાશી રુદ્રસે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 187 રન બનાવી નાખ્યા હતા. લખનૌ ફાલ્કન્સ સામે આ લક્ષ્યાંક મૂક્યા બાદ ઘાતક બોલર અટલ બિહારી રાયની શાનદાર બોલિંગ સામે લખનૌ ફાલ્કન્સ ઘૂંટણીયે પડી ગઈ હતી. પ્રયાગરાજના અટલ બિહારી રાયે આ મેચમાં કાશી રુદ્રસ તરફથી 4 ઓવરના સ્પેલમાં 2 રન આપીને લખનૌ ફાલ્કન્સની 3 ખાસ વિકેટ ચટકાવી હતી.


  • Follow us on: