કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સને ધ્યાનમાં રાખીને મિશન ઓલિમ્પિક સેલ એ ભારતના સ્ટાર એથ્લીટ્સ માટે વિદેશી ટ્રેનિંગ કેમ્પને મંજૂરી આપી છે. બુધવારે યોજાયેલી MOCની 173મી બેઠકમાં બે વખતના ઓલિમ્પિક પદક વિજેતા નીરજ ચોપરાના 47 દિવસના સ્વિટ્ઝર્લેન્ડ ટ્રેનિંગ કેમ્પને મંજૂરી આપવામાં આવી હતી.


સ્વિટ્ઝર્લેન્ડના બિએન સ્થિત ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લેશે

TOPS કોર ગ્રુપમાં સામેલ નીરજ ચોપરા હાલમાં તુર્કીમાં પીઠની ઈજામાંથી સાજા થઈ રહ્યા છે. તેઓ 25 મે થી 10 જુલાઈ દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના બિએન સ્થિત ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લેશે. તેમની સાથે લાંબા સમયથી જોડાયેલા ફિઝિયોથેરાપિસ્ટ ઈશાન મરવાહા અને કોચ જય ચૌધરી પણ રહેશે. 2026 કોમનવેલ્થ ગેમ્સ 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાશે, જ્યારે એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન જાપાનના આઈચી-નાગોયામાં યોજાશે.

નીરજ અગાઉ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમજ 2018 અને 2022 એશિયન ગેમ્સમાં સતત ગોલ્ડ મેડલ જીતવાનો કારનામું કર્યું હતું. MOCએ સ્ટાર શૂટર મનુ ભાકરના ઈટાલીના લુક્કામાં 13થી 22 મે દરમિયાન યોજાનારા વિદેશી ટ્રેનિંગ કેમ્પને પણ મંજૂરી આપી છે. મનુ સાથે કોચ જસપાલ રાણા અને ફિઝિયોથેરાપિસ્ટ સ્નેહિલ ખુરાના રહેશે.

15મે થી 17 જૂન સુધી ટ્રેનિંગ માટે મંજૂરી

પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં ડબલ મેડલ જીતનાર મનુ 2026 એશિયન ગેમ્સમાં 10 મીટર એર પિસ્તોલ અને 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ભારત માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તે ઉપરાંત લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહને પણ અમેરિકામાં 15 મે થી 17 જૂન સુધી ટ્રેનિંગ અને સ્પર્ધાત્મક એક્સપોઝર માટે મંજૂરી આપવામાં આવી છે. તેઓ લોસ એન્જેલસ અને નેશવિલમાં ટોચની રેસોમાં ભાગ લેશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?


  • Follow us on: