ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ ઇંગ્લેન્ડ વિરુધ્ધ 23 જુલાઇએ શરૂ થઇ રહેલી માનચેસ્ટર ટેસ્ટ દરમિયાન મોટી ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. એક તરફ ભારતીય ટીમની નજર સિરીઝમાં બરાબરી હાંસલ કરવા પર હશે, તો બીજી તરફ ગીલ પાસે 19 વર્ષ જુનો એશિયાઇ રેકોર્ટ તોડવાની તક. ગિલ પાસે ઇંગ્લેન્ડમાં દ્રિપક્ષીય ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર એશિયન બેટ્સમેન બનવાની તક છે.
ગિલે પહેલી બે મેચમાં બેટથી સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં તે ફક્ત 16 અને 6 રન જ બનાવી શક્યો. ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તેની પાસે રેકોર્ડ પોતાના નામે કરવાની સુવર્ણ તક છે.
શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે ગિલ
ગિલ હાલ શાનદાર ફોર્મમાં રમી રહ્યા છે અને તેમની પાસે આ રેકોર્ડ પોતાના નામે કરવાની સુંદર તક છે. જોકે ઇંગ્લેન્ડની ધરતી પર એક ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક રન બનાવવા વાળાં એશિયાઇ બોલરનો રેકોર્ડ મોહમ્મદ યુસુફના નામે છે. જેમણે 2006માં 4 મેચો દરમિયાન 90.14ની સરેરાશથી 631 રન બનાવ્યા હતા. ગિલ આ મામલામાં યુસુફને પાછળ છોડવાથી માત્ર 25 રન જ દૂર છે. ગિલે હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન 3 મેચોમાં 101.16ની સરેરાશથી 607 રન બનાવ્યા છે.
સિરીઝમાં દરેકની નજર ગિલની વાપસી પર છે
ભારતીય ટીમ હવે સિરીઝમાં વાપસી કરવા માટે ઉત્સુક રહેશે. જોકે, માન્ચેસ્ટરનો પડકાર ભારત માટે સરળ રહેશે નહીં. ભારતે અત્યાર સુધી માન્ચેસ્ટરના ઓલ્ડ ટેફર્ડમાં કુલ નવ ટેસ્ટ રમી છે. ઇંગ્લેન્ડ આમાંથી ચાર ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું છે. જોકે પાંચ ટેસ્ટ ડ્રો રહી હતી. ટીમ ઇન્ડિયા પાસે હાર અને ડ્રો સિવાય આ સિલસિલાને તોડવા માટેની એક મોટી તક છે અને એક જીત સિરીઝને વધારે રસપ્રદ બનાવશે. ભારત જો માનચેસ્ટરમાં 2-2ની બરાબરી કરવામાં સફળ થાય છે તો ઇંગ્લેન્ડ પર દબાવ વધારે પડશે. પછી 31 જુલાઈથી કેનિંગ્ટન ઓવલ ખાતે રમાનારી પાંચમી ટેસ્ટ સુધીમાં બધું નક્કી થઈ જશે. ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ એજબેસ્ટન અને બર્મિગહામ ખાતે કઇક આવો જ હતો.પરંતુ ગિલની ટીમ ઇતિહાસ રચવામાં સફળ રહી હતી. હવે માનચેસ્ટરમાં ફરી એક વખત ભારતીય ટીમ પૂરો દમ લગાવવાની કોશિશ કરશે.