- આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
- ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને જીત માટે આપ્યો 402 રનનો ટાર્ગેટ
- હારિસ રાઉફ અને શાહીન આફ્રિદીના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
આજે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 401 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં દરમિયાન હારિસ રાઉફ અને શાહીન શાહ આફ્રિદીના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો હતો.
શાહીન અને હારિસ રાઉફના નામે ખરાબ રેકોર્ડ
આ મેચમાં શાહીન શાહ આફ્રિદીએ પોતાની 10 ઓવરમાં 90 રન આપ્યા હતા. જ્યારે હરિસ રઉફે 10 ઓવરમાં 85 રન આપ્યા હતા. આ બંને પાકિસ્તાન માટે વર્લ્ડકપની ઇનિંગ્સમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયા છે. જ્યારે શાહીનને આ ઇનિંગમાં એક પણ વિકેટ મળી ન હતી. 24 ODI ઇનિંગ્સમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે તે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ 108 રન અને કેન વિલિયમસને શાનદાર વાપસી કરીને 95 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન માટે વર્લ્ડકપનો સૌથી ખરાબ સ્પેલ
- 0/90 – શાહીન આફ્રિદી વિ NZ, બેંગલુરુ (2023)
- 1/85 – હારિસ રાઉફ વિ NZ, બેંગલુરુ (2023)
- 1/84 – હસન અલી વિ IND, માન્ચેસ્ટર (2019)
- 3/83 – હારિસ રાઉફ વિ AUS, બેંગલુરુ (2023)
ન્યુઝીલેન્ડે ઈતિહાસ રચ્યો
આ મેચમાં ન્યૂઝીલેન્ડે વર્લ્ડકપના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર પણ બનાવ્યો છે. આ ODI ક્રિકેટમાં ન્યુઝીલેન્ડનો બીજો સર્વોચ્ચ સ્કોર હતો. આ પહેલા કિવી ટીમે 2008માં આયર્લેન્ડ સામે 402 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પણ પ્રથમ વખત વર્લ્ડ પમાં 400 રનનો આંકડો પાર કર્યો છે. જે ટીમોએ આ કારનામું કર્યું છે તેમાં કિવી ટીમે ભારત અને ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી છે જેણે એક-એક વખત 400 રનનો આંકડો પાર કર્યો છે. ઉપરાંત, સાઉથ આફ્રિકાએ આ સૌથી વધુ 3 વખત 400 રનનો આંકડો પાર કર્યો છે.