- કોલકાતા નાઈટ રાઈડર્સ અને RCB વચ્ચે મેચ
- કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 222 રન બનાવ્યા
- વિરાટ કોહલી આ મેચમાં 18 રન બનાવીને આઉટ
IPL 2024ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થઈ રહ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી આ મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 223 રન બનાવ્યા હતા. 223 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી RCB માટે આવતાની સાથે જ વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. જોકે, ત્રીજી ઓવરમાં ફુલ ટોસ બોલ પર વિરાટ કેચ આઉટ થયો હતો. કોહલીના આઉટ થવાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. કોહલી પોતે પણ આઉટ થવાથી નાખુશ દેખાતો હતો.
ક્રિઝની બહાર હતો કોહલી













