• પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટેસ્ટ સીરિઝ
  • સીરિઝ પહેલાં રિકી પોન્ટિંગે પાકિસ્તાની બોલર્સનો ઉડાવ્યો મજાક
  • પાકિસ્તાની બોલર્સને કહ્યા સૌથી ખરાબ બોલિંગ એટેક

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પાકિસ્તાનના બોલરના આક્રમણને ખુબ કમજોર કહ્યો છે. તેમણે આ વાત પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં કહી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમ 3 ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે ઓસ્ટ્રેલિયા જવાની છે. પાકિસ્તાની ટીમ 30 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં તે પ્રેક્ટિસ મેચ રમશે અને તે બાદ 14 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે.

શું બોલ્યા રિકી પોન્ટિંગ?

ટેસ્ટ સીરિઝ પહેલાં રિકી પોન્ટિંગે પાકિસ્તાની બોલર્સનો મજાક ઉડાવતા કહ્યું કે, જ્યારે ગત વખતે પાકિસ્તાની ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો, તે મેં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનારી પાકિસ્તાની ટીમમાં આ સૌથી નબળી બોલિંગ એટેક વાળી સ્ક્વોડ હતી. આજે મને લાગી રહ્યું છે કે, હું ખોટો હતો. આ વખતે જે પાકિસ્તાની બોલર્સ અહીં આવી રહ્યા છે, તે ગત વખત કરતાં પણ ખરાબ છે.

શાહીન આફરીદી ઉપરાંત કોઈ બોલર્સમાં નથી દમ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં સૌથી મહત્વના બોલર શાહીન આફરીદી છે. તે બાદ આ ટીમમાં હસન અલી અને મોહમ્મદ વસીમ પણ છે. સંભવતઃ ટેસ્ટ મેચની પ્લેઈંગ 11માં પાકિસ્તાની ટીમ આ ફાસ્ટ બોલર્સની તિકડી સાથે મેદાનમાં ઉતરશે. અહીં શાહીન આફરીદીએ ખુદને સાબિત કર્યા હતા, પરંતુ મોહમ્મદ વસીમને ટેસ્ટ ક્રિકેટનો વધુ અનુભવ નથી. હસન અલી પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ 3ને બાદ કરતાં પાકિસ્તાની બોલર્સમાં કોઈ પણ પ્રભાવી નામ નથી.

ટીમમાં સ્પિનર્સ નથી

સ્પિનર્સ મામલે પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ છે. પાકિસ્તાનની ટીમમાં એકપણ વિશ્વાસપાત્ર સ્પિનર નથી. વર્લ્ડકપ 2023માં પણ સ્પિનર્સ ન હોવાના કારણે પાકિસ્તાની ટીમ સેમીફાઈનલ મેચ પહેલાં બહાર થઈ હતી.

  • Follow us on: