• પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડકપની મેચ
  • નેધરલેન્ડ માટે બાસ ડી લીડેએ કર્યું ડેબ્યૂ
  • બાસ ડી લીડે ખાસ ક્લબમાં થયો સામેલ

ભારતમાં ચાલી રહેલા વર્લ્ડકપની બીજી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ રહી છે. આ મેચના માધ્યમથી નેધરલેન્ડના બાસ ડી લીડેએ ખાસ ક્લબમાં જગ્યા બનાવી છે. બાસ ડી લીડે વર્લ્ડકપમાં રમનારા પિતા-પુત્રની જોડીમાં સામેલ થયા છે. આ એવી 7મી જોડી બની છે. બાસ ડી લીડેના પિતા ટિમ ડી લીડે પણ નેધરલેન્ડ માટે વર્લ્ડકપ રમી ચૂક્યા છે.

ટિમ ડી લીડે નેધરલેન્ડ માટે 29 મેચ રમ્યા

ટિમ ડી લીડે નેધરલેન્ડ માટે કુલ 29 વનડે મેચ રમ્યા છે. તે નેધરલેન્ડ માટે 1996થી 2007 વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે. સાથે બાસ ડી લીડે અત્યાર સુધી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 30 વનડે અને 31 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. તેમણે જૂન 2018માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. બાસ ડી લીડે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમે છે. તેમણે પાકિસ્તાન વિરુદ્ધ આજે મેચ રમીને વનડે ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે.

વર્લ્ડકપ રમનારા પિતા-પુત્રની જોડી

વર્લ્ડકપમાં ડોન પ્રિંગલ ઈસ્ટ આફ્રિકા માટે રમ્યા હતા. સાથે તેમના પુત્ર ડેરેક પ્રિંગલ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ માટે રમ્યા હતા. આ ઉપરાંત લાંસ કેનર્સન અને તેમના પુત્ર ક્રિસ કેનર્સ ન્યૂઝીલેન્ડ માટે રમ્યા હતા. ક્રિસ બોર્ડ અને તેમના પુત્ર સ્ટુઅર્ટ બોર્ડ ઈંગ્લેન્ડ માટે રમ્યા હતા. જ્યો માર્શ અને તેમના પુત્ર મિશેલ માર્શ અને શોન માર્શ ઓસ્ટ્રેલિયા માટે, રોડ લાથમ અને પુત્ર ટોમ લાથમ ન્યૂઝીલેન્ડ માટે, પિતા કેવિન કરન ઝિમ્બાબ્વે માટે અને પુત્ર સેમ કરન ઈંગ્લેન્ડ માટે, ટિમ ડી લીડે અને બોસ ડી લીડે નેધરલેન્ડ માટે રમ્યા છે.

  • Follow us on: