- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે ટીમની જાહેરાત કરી
- બાબર આઝમના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમ જાહેર
- શાહીન શાહ આફ્રિદીનું પુનરાગમન, શાન મસૂદ ટીમમાં સામેલ
પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2022 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. શાહીન શાહ આફ્રિદીએ ઈજામાંથી પુનરાગમન કર્યું છે.
બાબર આઝમના નેતૃત્વમાં
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ગુરુવારે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 માટે રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમના નેતૃત્વમાં બોર્ડે T20 વર્લ્ડ કપ 2022 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીનો પણ સમાવેશ કરવામ આવ્યો છે, જે ઈજાના કારણે 2022ના એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો. આ સિવાય ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર શાન મસૂદને પણ ટીમમાં તક આપવામાં આવી છે.
T20 વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમઃ
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), આસિફ અલી, હૈદર અલી, હારિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ, ઉસ્માન કાદિર
રિઝર્વ ખેલાડીઓ:
ફખર ઝમાન, મોહમ્મદ હારિસ, શાહનવાઝ દહાની