- આ વર્ષે ભારતમાં યોજાશે વનડે વર્લ્ડકપ
- ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે
- પાકિસ્તાની ટીમ મનોવૈજ્ઞાનિક સાથે લાવશે
ભારતમાં આ વર્ષે વનડે વર્લ્ડકપ રમવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે. પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડકપ રમવા માટે ભારત આવશે. પાકિસ્તાનની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ વિરુદ્ધ છે. સાથે તેની સૌથી મોટી મેચ 15 ઓક્ટોબરે ભારત વિરુદ્ધ છે. આ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. આ મેચને લઈ પાકિસ્તાનની ટીમ અત્યારથી પ્રેસરમાં આવી છે. જેના કારણે તેમની ટીમ એક મોટો નિર્ણય લીધો છે.
PCBએ લીધો નિર્ણય
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વનડે વર્લ્ડકપના પ્રેસરથી બચવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. PCB પાકિસ્તાની ટીમ સાથે મનોવૈજ્ઞાનિક પણ ભારત મોકલવા વિચાર કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના મોટાભાગના ખેલાડીઓને ભારતમાં ક્રિકેટ રમવાનો અનુભવ નથી. સાથે લોકોની અપેક્ષાઓ ખેલાડીઓ પર દબાણ લાવી રહી છે. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મનોવૈજ્ઞાનિકની નિમણૂક પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. તે પાકિસ્તાની ટીમ સાથે ભારત આવશે અને મહત્વપૂર્ણ ક્ષણો પર ખેલાડીઓનું મનોબળ વધારવામાં મદદ કરશે.
પાકિસ્તાની ટીમને પહેલાં મળી છે સફળતા
અત્યારે વનડે વર્લ્ડકપ માટે એક મનોવૈજ્ઞાનિકની શોધ ચાલી રહી છે. આ મનોવૈજ્ઞાનિક મેગા ઈવેન્ટમાં ટીમ આવે તે પહેલાં ખેલાડીઓ સાથે સેશન પણ કરી શકે છે. 2012માં જ્યારે પાકિસ્તાન વાઈટ બોલની સીરિઝ માટે ભારત આવ્યું હતું, ત્યારે મકબૂલ બાબરી ટીમના મનોવૈજ્ઞાનિક હતા. આ સમયે પાકિસ્તાન અને ભારત T-20 સીરિઝમાં 1-1 મેચ જીત્યા હતા. જ્યારે પાકિસ્તાને વનડે સીરિઝ 2-1થી જીતી હતી.