• વર્લ્ડકપમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
  • જસપ્રીત બુમરાહ દરેક મેચમાં લે છે વિકેટૉ
  • પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ બુમરાહની કરી પ્રશંસા

ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. રવિવારે ભારતીય ટીમે લખનઉમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યા બાદ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ભારતની પેસ જોડીની પ્રશંસા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ અને મિસ્બાહ-ઉલ-હકે પણ કરી છે. અકરમે બુમરાહની પ્રશંસા કરતા કહ્યું કે, બુમરાહ કમ્પ્લીટ બોલર છે. વિશ્વમાં હાલ તે સૌથી શ્રેષ્ઠ અને સૌથી સર્વોચ્ચ છે.

બુમરાહ રમે છે મારા કરતાં વધુ સારૂ

વસીમે વધુમાં જણાવ્યું કે, જ્યારે હું નવા બોલથી આઉટસ્વિંગર બોલ ફેંકતો ત્યારે ક્યારેક હું બોલ પર કાબૂ પણ રાખી શકતો નહતો, પરંતુ બુમરાહ મારા કરતા નવા બોલથી વધુ સારો કંટ્રોલ ધરાવે છે. તે નવા બોલથી જે લેન્થમાં બોલિંગ કરે છે તે જ બેટ્સમેનો માટે અનિશ્ચિતતા પેદા કરી દે છે. વસીમે મજાકમાં કહ્યું કે, બુમરાહનો એક જ ઇલાજ છે, તેના પર પ્રેશર નાંખવા તેના સૂઝ ચોરી લો. બુમરાહને રોકવા માટે બીજો કોઈ ઉપાય નથી.

મિસબાહે પણ બુમરાહની કરી પ્રશંસા

પાકિસ્તાનના પૂર્વ સ્કિપર મિસબાહે પણ બુમરાહની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, બુમરાહની સ્વિંગ ઉપરાંત તેના બોલની લાઇન અને લેન્થ એવી જગ્યાએ છે કે બેટ્સમેનને કોઈ તક મળતી નથી. પાકિસ્તાની બોલરોએ બુમરાહ પાસેથી શીખવું જોઈએ અને વધુ ટેસ્ટ મેચ રમવી જોઈએ.

  • Follow us on: