• ભારતીય શૂટર સરબજોત સિંહે ભારત માટે વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે
  • સરબજોત સિંહ-મનુ ભાકરે મિક્સડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે
  • સરબજોત સિંહે ફૂટબોલ છોડી અને શૂટિંગ પસંદ કર્યું

ભારતીય શૂટર સરબજોત સિંહે ભારત માટે વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેને ભારતીય શૂટર મનુ ભાકર સાથે પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ મિક્સડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 2023 માં તેને દક્ષિણ કોરિયામાં 15મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો.

કોણ છે સરબજોત સિંહ?

અંબાલામાં એક ખેડૂત પરિવારમાં સરબજોત સિંહનો જન્મ થયો હતો. તે અંબાલાના ધીન ગામનો રહેવાસી છે. તેને ચંડીગઢમાં ડીએવી કોલેજમાંથી અભ્યાસ કર્યો. તેને અભિષેક રાણાની દેખરેખ હેઠળ તેની ટ્રેનિંગ લીધી છે. તેના તાજેતરના ફોર્મને જોઈને બધાને વિશ્વાસ હતો કે તે ઓલિમ્પિકમાં મેડલ જીતી શકશે.

 

તેને તેના કરિયરની શરૂઆત 2019 જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને કરી હતી. તેને હાંગઝોઉમાં 2022 એશિયન ગેમ્સમાં ટીમ ગોલ્ડ અને 2023 એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેને ભોપાલમાં આઈએસએસએફ વર્લ્ડકપ 2023માં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હાલમાં તેણે મ્યુનિખમાં આઈએસએસએફ વર્લ્ડકપ 2024માં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ફૂટબોલ છોડી અને પસંદ કર્યું શૂટિંગ

13 વર્ષની ઉંમરે સરબજોત સિંહે એક સમર કેમ્પ દરમિયાન કેટલાક બાળકોને શૂટિંગ રેન્જમાં એર ગન ચલાવતા જોયા હતા. આ સમય દરમિયાન તેને શૂટિંગમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું. આ પહેલા તે ફૂટબોલર બનવા માંગતો હતો. 2014 માં તેને તેના પિતાને તેના સ્વપ્ન વિશે જણાવ્યું. જેના પર તેના પિતાએ જવાબ આપ્યો કે આ ગેમ ઘણી મોંઘી છે. આખરે પુત્રની જીદ સામે તેમને ઝૂકવું પડ્યું. આ પછી સરબજોત સિંહે તેની ટ્રેનિંગ શરૂ કરી. તેને 2019માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ સુહલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • Follow us on: