- મનુ ભાકરે તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર મિક્સ્ડ એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
- આ સાથે મનુ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પહેલી ભારતીય બની
- પીએમ મોદીએ મનુ ભાકર-સરબજોત સિંહને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
પેરિસ ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે ભારતને તેના ખાતામાં વધુ એક મેડલ મળ્યો છે. મનુ ભાકરે પહેલા વ્યક્તિગત ઈવેન્ટમાં પહેલાથી જ બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે, તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર મિક્સ્ડ એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે મનુ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પહેલી ભારતીય બની ગઈ છે.
મનુ અને સરબજોતની ભારતીય જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને 16-10થી પરાજય આપ્યો. વડાપ્રધાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મનુ ભાકર અને સરબજોત સિંહને મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભારત આજે ખૂબ ખુશ છે.













