- પેરિસ પેરાલિમ્પિક્સ પહેલા ભારતને લાગ્યો ઝટકો
- ત્રણ ભારતીય એથ્લેટ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે
- આ ત્રણેય એથ્લેટ મધ્યપ્રદેશના રહેવાસી છે
પેરિસ પેરાલિમ્પિક્સ 2024ની શરૂઆત પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. 3 ભારતીય એથ્લેટ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે. આ ત્રણેય એથ્લેટ્સ પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માટે ક્વોલિફાય થવાના હતા, પરંતુ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવાને કારણે હવે એથ્લેટ્સ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લઈ શકશે નહીં. મળતી માહિતી મુજબ આ ત્રણેય એથ્લેટ મધ્યપ્રદેશના છે.
સ્પોર્ટ્સ એસોસિએશને કર્યા સસ્પેન્ડ
આ ત્રણેય ખેલાડીઓ મધ્યપ્રદેશના રહેવાસી છે. જેમાં પેરા કેનો પ્લેયર રજની ઝા, એકેડમીની સ્ટાર એથલીટ શાલિની અને અન્ય પેરા કેનો પ્લેયર ગજેન્દ્ર સિંહ જેવા અનુભવી એથ્લેટ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ એક રિપોર્ટ જારી કરીને માહિતી આપી છે કે આ ત્રણેય ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે. જે બાદ આ ખેલાડીઓને તેમના સ્પોર્ટ્સ એસોસિએશને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
કેવું હતું આ ખેલાડીઓનું પ્રદર્શન
ડોપ ટેસ્ટમાં આ ત્રણ ખેલાડીઓની નિષ્ફળતા ભારતની સાથે મધ્યપ્રદેશ માટે પણ મોટો ફટકો છે. આ ત્રણેય ખેલાડીઓએ અલગ-અલગ ટુર્નામેન્ટમાં મેડલ પણ જીત્યા છે. શાલિનીની વાત કરીએ તો તે માત્ર 22 વર્ષની છે. શાલિનીએ રાંચીમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય 34 વર્ષની રજની ઝા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે.