• T20 વર્લ્ડકપ 2024ના ગ્રુપ સ્ટેજમાંથી પાકિસ્તાન બહાર
  • હરિસ રઉફનો એક ફેન સાથે લડતો વીડિયો વાયરલ.
  • PCBએ ફેન્સને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી

T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચાહકો ખૂબ જ નારાજ છે. ચાહકો પાકિસ્તાની ટીમના ખેલાડીઓની ખૂબ ટીકા કરી રહ્યા છે. ગઈકાલે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. જેમાં પાકિસ્તાન ટીમનો ફાસ્ટ બોલર હરિસ રઉફ એક ફેન સાથે લડતો જોવા મળ્યો હતો.

હરિસ રઉફનો વીડિયો વાયરલ

હરિસ રઉફ તેની પત્ની સાથે જઈ રહ્યો હતો, ત્યારે ચાહકે તેના પર કેટલીક ટિપ્પણી કરી, જેના પછી હરિસ ગુસ્સે થઈ ગયો અને તે આ ફેનને મારવા દોડ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ આ મામલે પગલાં લેતું જણાય છે.


ચાહકોને PCBએ આપી ચેતવણી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ ફાસ્ટ બોલરને જાહેરમાં માફી માંગવાની ચેતવણી આપતાં હરિસ રઉફ સાથે ગેરવર્તન કરનાર પ્રશંસકને અલ્ટીમેટમ આપ્યું છે. મોહસીન નકવીનું કહેવું છે કે અમે હરિસ રઉફ સાથે બનેલી આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ. અમારા ખેલાડીઓ પ્રત્યે આ પ્રકારનું વર્તન સ્વીકારવામાં આવશે નહીં. જેમણે હરિસ સાથે આવું કર્યું છે તેમણે જાહેરમાં માફી માંગવી જોઈએ અન્યથા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ ઘટના બાદ હરિસે આપી પ્રતિક્રિયા

વાસ્તવમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ રહ્યું છે. ODI વર્લ્ડકપમાં ટીમ ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. હવે પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડકપ 2024માં સુપર-8માં પણ પહોંચી શકી નથી. જે બાદ ખેલાડીઓ પ્રત્યે ચાહકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. જેના કારણે હરિસ સાથે એક ઘટના બની હતી. આ બાબતે હરિસનું કહેવું છે કે જો ખેલાડીઓ સારૂ પ્રદર્શન ન કરે તો ચાહકોને ટીકા કરવાનો પૂરો અધિકાર છે પરંતુ જો કોઈ ખેલાડીના પરિવાર વિરુદ્ધ કંઈ પણ બોલશે તો તેને સહન કરવામાં આવશે નહીં.

  • Follow us on: