• રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત
  • રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં આપ્યું પોતાનું અંતિમ ભાષણ
  • રાહુલ દ્રવિડે રોહિત શર્માનો અલગથી આભાર વ્યક્ત કર્યો

રાહુલ દ્રવિડ T20 વર્લ્ડકપ 2024 સુધી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રહ્યા હતા. ટૂર્નામેન્ટ સમાપ્ત થતાંની સાથે જ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો. ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડની સફર એક વિજેતા કોચ તરીકે પૂરી થઈ. ટીમને અલવિદા કહેતા પહેલા દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં પોતાનું અંતિમ ભાષણ આપ્યું હતું.

રાહુલ દ્રવિડની અંતિમ પ્રતિક્રિયા

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં કહ્યું, "મને આ અદ્ભુત યાદગીરીનો હિસ્સો બનાવવા માટે બધાનો આભાર. તમે બધા આ ક્ષણને યાદ કરશો. આ રન કે વિકેટની વાત નથી. તમે તમારી કારકિર્દીને યાદ નહીં રાખો પરંતું આ ક્ષણોને જરૂર યાદ રાખશો. હું તમારા પર જેટલો ગર્વ કરુ એટલો ઓછો છે કારણ કે તમે જે રીતે લડ્યા અને એક ટીમ તરીકે શાનદાર પ્રદર્શન કર્યું. ક્યાંક આપણને નિરાશા પણ મળી જ્યા આપણે જીતની નજીક આવ્યા પણ જીતી શક્યા નહીં.

વધુમાં તેમણે કહ્યું કે, પૂરી ટીમ અને સપોર્ટ સ્ટાફે સખત મહેનત કરી, જે બલિદાન આપ્યું. આખા દેશને તમારા બધા પર ગર્વ છે અને તમે જે હાંસલ કર્યું છે તેના પર તમને પણ ગર્વ હોવો જોઈએ. મને લાગે છે કે દરેક વ્યક્તિએ તેમના પરિવારોને અહીં આનંદ માણતા જોવા માટે ઘણું બલિદાન આપ્યું છે. ઘણા લોકોના પરિવારો ઘરે છે. આ ડ્રેસિંગ રૂમમાં રહેવા માટે તમે એક બાળક તરીકે કરેલા તમામ બલિદાન વિશે વિચારો. તમારા માતા-પિતા, તમારી પત્ની, તમારા બાળકો, તમારા કોચ, તમારા ભાઈ અને અન્ય ઘણા લોકોએ તમારી સાથે આ ક્ષણ માણવા માટે ઘણા બલિદાન આપ્યા છે."

રોહિત શર્માનો માન્યો આભાર

દ્રવિડે વધુમા "તમારા દરેકનો આભાર. મારી પાસે આજે શબ્દો નથી, જે ઘણી વાર હોતી નથી. હું આનો ભાગ બનવા કરતાં વધુ આભારી ન હોઈ શકું. મારા માટે આદર, દયા અને પ્રયત્ન જે તમે બધાએ કોચિંગ સ્ટાફ માટે કર્યા તેના બદલ બધાનો આભાર. ODI વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં હાર્યા બાદ રાહુલ દ્રવિડ હેડ કોચના પદ પરથી હટી જવા માંગતો હતો પરંતુ રોહિત શર્માએ તેને રહેવા માટે મનાવી લીધો હતો. દ્રવિડે આગળ રોહિત શર્માનો આભાર વ્યક્ત કરતા કહ્યું, "રોહિત, નવેમ્બરમાં તે ફોન કરવા અને મને રહેવા માટે કહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર."

  • Follow us on: