ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે 5 ટેસ્ટ મેચ રમવાની છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે. ટીમનો વાઈસ કેપ્ટન જસપ્રિત બુમરાહ છે.
આ સાથે જ યુવા બોલર હર્ષિત રાણાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે.
બોલિંગમાં બતાવી તાકાત
રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતા હર્ષિત રાણાએ આસામ સામે ધૂમ મચાવી છે. તેને 19.3 ઓવરમાં 80 રન આપીને 5 વિકેટ લીધી હતી. આસામના બેટ્સમેન પાસે તેની ઝડપ અને સ્વિંગનો કોઈ જવાબ ન હતો. તેની ખતરનાક બોલિંગના કારણે આસામની ટીમ પ્રથમ દાવમાં માત્ર 330 રન જ બનાવી શકી હતી.
બેટિંગમાં પણ મચાવી ધૂમ
બોલિંગ બાદ હર્ષિત રાણાએ બેટિંગમાં પણ પોતાની તાકાત બતાવી હતી. તેને 78 બોલમાં 59 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગ દરમિયાન તેને ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેની ઈનિંગના કારણે દિલ્હીની ટીમને પણ ફાયદો થયો અને ટીમે પ્રથમ દાવમાં 400થી વધુ રન બનાવ્યા હતા.
IPLમાં KKR માટે કર્યું હતું જોરદાર પ્રદર્શન
હર્ષિત રાણાએ આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને 20 મેચમાં કુલ 25 વિકેટ લીધી હતી. ગૌતમ ગંભીરની દેખરેખમાં તેની રમતમાં ઘણો સુધારો થયો છે. તેને 9 ફર્સ્ટ ક્લાસ 36 વિકેટ લીધી હતી. આ સિવાય તેને લિસ્ટ Aમાં 22 વિકેટ લીધી છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે જ તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
રિઝર્વ પ્લેયર: મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.