• અશ્વિને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 500 વિકેટ પુરી કરી
  • અનિલ કુંબલે બાદ 500 વિકેટ લેનાર બીજો ભારતીય
  • સૌથી ઓછા બોલમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. આર અશ્વિને તેની ટેસ્ટ કરિયરમાં 500 વિકેટ પૂરી કરી લીધી છે. અશ્વિને ક્રાઉલીની વિકેટ લઇ આ સિદ્ધી હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડનીતે તેની ટેસ્ટ કારકિર્દીમાં 500 વિકેટ લેનારો ભારતનો બીજો બોલર બની ગયો છે. તેના પહેલા આ સિદ્ધિ અનુભવી ખેલાડી અનિલ કુંબલેએ હાંસલ કરી હતી. આર અશ્વિન-અનિલ કુંબલે સિવાય ક્રિકેટના ઈતિહાસમાં માત્ર 8 બોલર જ 500 ટેસ્ટ વિકેટનો આંકડો સ્પર્શી શક્યા છે.

અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરી

રવિચંદ્રન અશ્વિને 98 ટેસ્ટ મેચની 184 ઈનિંગ્સમાં ટેસ્ટમાં 500 વિકેટ પૂરી કરી છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. તેણે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. અનિલ કુંબલેએ 105 મેચમાં 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ ટેસ્ટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. મુથૈયા મુરલીધરને 87 ટેસ્ટ મેચમાં 500 વિકેટ લીધી હતી.

ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર

ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે આર અશ્વિન બીજા સ્થાને છે. જ્યારે અનિલ કુંબલે આ યાદીમાં સૌથી આગળ છે. અનિલ કુંબલેએ ભારત તરફથી ટેસ્ટમાં કુલ 619 વિકેટ લીધી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે અશ્વિન પણ બીજા સ્થાને છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 728 વિકેટ લીધી છે.

આ મહાન ખેલાડીઓની યાદીમાં રવિ અશ્વિનનો સમાવેશ 

આ સાથે જ રવિ અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટ લેનારો 9મો બોલર બની ગયો છે. ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં શ્રીલંકાના મુથૈયા મુરલીધરન ટોપ પર છે. મુથૈયા મુરલીધરનના નામે 800 ટેસ્ટ વિકેટ છે. આ પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી શેન વોર્ન બીજા સ્થાને છે. શેન વોર્નના નામે 145 ટેસ્ટ મેચોમાં 708 વિકેટ છે. આ પછી ત્રીજા નંબરે જીમી એન્ડરસન છે જ્યારે ચોથા નંબર પર ભારતીય દિગ્ગજ અનિલ કુંબલે છે. જીમી એન્ડરસન અને અનિલ કુંબલેના નામે અનુક્રમે 695 અને 619 વિકેટ છે. આ પછી લિસ્ટમાં સ્ટુઅર્ટ બ્રોડ, ગ્લેન મેકગ્રા, કર્ટની વોલ્શ અને નાથન લિયોન જેવા નામ સામેલ છે.

અશ્વિનની ટેસ્ટ કારકિર્દી

રવિ અશ્વિનના ટેસ્ટ કરિયર પર નજર કરીએ તો આ બોલરે 98 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. રવિ અશ્વિને ટેસ્ટ મેચોમાં 50 વિકેટ પોતાના નામે કરી છે. રવિ અશ્વિને ટેસ્ટ મેચોમાં 23.89ની એવરેજ અને 51.45ની સ્ટ્રાઈક રેટથી વિકેટ લીધી છે. આ ભારતીય દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ મેચોમાં 34 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિવાય તેણે 8 વખત મેચમાં 10 વિકેટ લીધી છે.

વિશ્વમાં સૌથી ઝડપી 500 ટેસ્ટ વિકેટ

(બોલ પર આધાર રાખીને)

  • 25528 બોલ- ગ્લેન મેકગ્રા
  • 25714 બોલ- રવિચંદ્રન અશ્વિન
  • 28150 બોલ- જેમ્સ એન્ડરસન
  • 28430 બોલ- સ્ટુઅર્ટ બ્રોડ
  • 28833 બોલ- કર્ટની વોલ્શ

(ઓછી મેચમાં)

  • મુથૈયા મુરલીધરન- 87મી ટેસ્ટ
  • રવિચંદ્રન અશ્વિન- 98મી ટેસ્ટ
  • અનિલ કુંબલે- 105મી ટેસ્ટ
  • શેન વોર્ન- 108મી ટેસ્ટ
  • ગ્લેન મેકગ્રા- 110મી ટેસ્ટ

  • Follow us on: