• RCBની ટીમે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું
  • RCBએ પ્રથમ વખત WPLની ટ્રોફી જીતી
  • સોફી મોલિનેક્સને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ

RCBની ટીમે દિલ્હી કેપિટલ્સ ટીમને 8 વિકેટથી હરાવીને WPL 2024નો ખિતાબ જીતી લીધો છે. IPL અને WPL બંને લીગને જોડીને RCBનું આ પ્રથમ ટાઇટલ છે. ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે RCBને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં RCBએ સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.

આ અદ્ભુત ઘટના પ્રથમ વખત બની

વિમેન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમે WPL ટાઈટલ જીત્યું હોય અને તે જ ટીમના ખેલાડીઓએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પણ જીતી હોય. એલિસ પેરીએ RCB તરફથી ઓરેન્જ કેપ જીતી છે. તેણે WPL 2024માં સૌથી વધુ રન બનાવ્યા છે. આ સિવાય શ્રેયંકા પાટીલે ચાલુ સિઝનમાં RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ કારણથી તેને પર્પલ કેપ મળી છે. ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ પણ શ્રેયંકાના ખાતામાં ગયો છે.

સોફી મોલિનેક્સને પ્લેયર ઓફ ધ મેચ

ફાઈનલ મેચમાં RCB માટે સોફી સોફી મોલિનેક્સે બોલિંગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. તેણે ચાર ઓવરના ક્વોટામાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. RCBની જ્યોર્જિયા વેરહેમને WPL 2024 સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે 163.23ની સ્ટ્રાઈક રેટથી બેંગ્લોર માટે મહત્વપૂર્ણ 111 રન બનાવ્યા હતા. RCBએ WPL 2024માં ટાઈટલ જીત્યું છે. આ પછી RCBના ખેલાડીઓએ ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન, પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલમાં સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન અને ફેર પ્લે એવોર્ડ પણ જીત્યા છે.

WPL 2024ના તમામ એવોર્ડ વિજેતાઓ:

  • વિજેતા (રૂ. 6 કરોડ) - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • રનર અપ (રૂ. 3 કરોડ) - દિલ્હી કેપિટલ્સ
  • ઇમર્જિંગ ખેલાડી (રૂ. 5 લાખ) – શ્રેયંકા પાટિલ (RCB)
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (5 લાખ રૂપિયા) - દીપ્તિ શર્મા (UPW)
  • ઓરેન્જ કેપ (રૂ. 5 લાખ) - એલિસ પેરી (RCB)
  • પર્પલ કેપ (રૂ. 5 લાખ) – શ્રેયંકા પાટીલ (RCB)
  • સૌથી વધુ સિકસ (રૂ. 5 લાખ) - શેફાલી વર્મા (DC)
  • સિઝનનો સુપર સ્ટ્રાઈકર (રૂ. 5 લાખ) - જ્યોર્જિયા વેરહેમ (RCB)
  • કેચ ઓફ ધ સીઝન (રૂ. 5 લાખ) - એસ. સજના (MI)
  • ફેર પ્લે એવોર્ડ (રૂ. 5 લાખ) - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ (રૂ. 2.5 લાખ) - સોફી મોલિનેક્સ (RCB)

  • Follow us on: