- T20 મેચમાં સ્ટાર બેટ્સમેન બની ગયો રિંકુ
- હરીફ બોલરને રીતસરના હંફાવી દીધા
- બેટિંગ મામલે રિંકુસિંહનો દબદબો જોવા મળ્યો
રિંકુ સિંહે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટી20 શ્રેણીમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. બંને મેચમાં છેલ્લી ઓવરોમાં રિંકુ આવ્યો અને તેણે શાનદાર બેટિંગ કરી. ટીમ ઈન્ડિયા બંને મેચ જીતવામાં પણ સફળ રહી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની સીરીઝની ત્રીજી મેચ આજે રમાવાની છે. આવી સ્થિતિમાં રિંકુ પાસેથી ફરી એકવાર સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. રિંકુ આઈપીએલ 2023માં 20મી ઓવરમાં સતત 5 બોલમાં 5 સિક્સર ફટકારીને ચર્ચામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી
આ પછી તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી. રિંકુને આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી કેટલો પગાર મળે છે તે અંગે ફેન્સ સતત સવાલો પૂછી રહ્યા છે. રિંકુ સિંહ ઝડપી રન બનાવી શકે એવું પ્રદર્શિત થયું છે. આવી સ્થિતિમાં, દરેક ફ્રેન્ચાઇઝ તેના પર મોટી બોલી લગાવવા માંગે છે. પરંતુ હાલમાં તેને IPLમાંથી માત્ર 55 લાખ રૂપિયા પ્રતિ સીઝન પગાર મળે છે. 2021માં તેમનો પગાર 80 લાખ રૂપિયા હતો. પરંતુ 2021ની હરાજીમાં KKRએ તેને 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલે કે છેલ્લા 3 વર્ષમાં તેમનો પગાર ઘટ્યો છે.

રનનો રેકોર્ડ પર જોરદાર રહ્યો
IPL 2023ની વાત કરીએ તો 26 વર્ષીય બેટ્સમેન રિંકુ સિંહે 14 ઇનિંગ્સમાં 59ની એવરેજથી 474 રન બનાવ્યા હતા. 4 અડધી સદી ફટકારી. અણનમ 67 રનનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયા પગાર મળે છે. ઈશાને ગત સિઝનમાં 454 રન બનાવ્યા હતા. એટલે કે રિંકુ કરતા 20 રન ઓછા છે. રિંકુ સિંહ IPL 2023માં રન બનાવવાના મામલે માત્ર ઈશાન કિશનથી આગળ નથી. ગત સિઝનમાં દક્ષિણ આફ્રિકાના ક્લાસને 12 મેચમાં 448 રન, KKRના નીતિશ રાણાએ 14 મેચમાં 413 રન, KKRના વેંકટેશ અય્યરે 14 મેચમાં 404 રન અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ઈંગ્લેન્ડના બટલરે 14 મેચમાં 392 રન બનાવ્યા હતા. જેસ બટલર (10 કરોડ), નીતીશ રાણા (8 કરોડ), વેંકટેશ અય્યર (8 કરોડ) અને હેનરિક ક્લાસેન (5.25 કરોડ) કરતાં આગળ હતો.
હરીફ બોલર્સને હંફાવી દીધા
ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહને 2017માં પંજાબ કિંગ્સે 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તેને રમવાની તક મળી ન હતી. આ પછી, તે 2018 થી સતત કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ રહ્યો છે. 2018માં તેને KKRએ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે IPLની તેની પ્રથમ 4 સિઝનમાં માત્ર 10 મેચ રમી શક્યો હતો. 2017માં તે એક પણ મેચમાં જોવા મળ્યો ન હતો. 2018માં 4 મેચમાં 29 રન, 2019માં 5 મેચમાં 37 રન અને 2020માં એક મેચમાં 11 રન બનાવ્યા હતા. 2021માં તે ઈજાના કારણે એક પણ મેચ રમી શક્યો નહોતો. IPL 2022 પહેલા KKRએ રિંકુને રિલીઝ કરી દીધો હતો. પણ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બોલર્સને રીતરસના હંફાવી દીધા હતા. આ ઉપરાંત એને બેસ્ટ ઈનિંગ્સ રમીને બોલરનો પરસેવો પાડ્યો હતો.