• રોહિતએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18,000 રન પૂરા કર્યા
  • આ સિદ્ધિ હાંસલ કરનાર પાંચમો ભારતીય ખેલાડી
  • રોહિત શર્માએ 477 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ રવિવારે લખનૌમાં ઇંગ્લેન્ડ સામેની ભારતની વર્લ્ડકપ મેચ દરમિયાન 18000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા.  રોહિત શર્માએ 477 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરનાર માત્ર પાંચમો ભારતીય ખેલાડી બન્યો છે. રોહિત પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી છે.

રોહિતનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 477 ઇનિંગ્સમાં 18000 રન પૂરા કર્યા છે. જેમાં 3677 ટેસ્ટમાં, 3853 ટી20માં અને 10470 વન-ડેમાં બનાવ્યા છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 45 સદી અને 98 ફિફટી ફટકારી છે. આ સાથે 18000 રન બનાવવાના મામલે પાંચમાં સ્થાને છે. આ યાદીમાં 34,357 રન સાથે સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. વિરાટ કોહલી 26,121 રન સાથે બીજા સ્થાને છે. રાહુલ દ્રવિડ 24,064 રન સાથે ત્રીજા સ્થાને છે. સૌરવ ગાંગુલી 18,433 રન સાથે ચોથા સ્થાને છે.

રોહિત શર્માનું ODI 2023માં પ્રદર્શન

2023માં ODIમાં 1000 રનનો આંકડો પાર કરનાર શુભમન ગિલ અને પથુમ નિસાંકા પછી રોહિત ત્રીજો બેટ્સમેન પણ બન્યો હતો. આ પાંચમી વખત હતો જ્યારે રોહિત કેલેન્ડર વર્ષમાં હજાર રન ઉપરનો આંકડો પાર કર્યો હોય. રોહિત શર્મા 2023માં ODIમાં 1000 રન પુરા કરનાર પ્રથમ કેપ્ટન બન્યો છે.


  • Follow us on: