• ભારતીય  કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ
  • રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 કેચ કર્યા
  • બાંગ્લાદેશ વિરુદ્ધની મેચમાં કર્યું કારનામું

બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેંહદી હસન મિરાજનો શાનદાર કેચ કર્યો છે. સોશિયલ મીડિયા પર રોહિત શર્માનો આ કેચ ખુબ વાયરલ થઈ રહ્યો છે. સાથે રોહિત શર્માએ આ કેચ કરવા સાથે એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્મા ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચમાં 200 કેચ કરનારો 5મો ખેલાડી બન્યો છે.

રોહિત શર્માએ ખાસ લિસ્ટમાં બનાવ્યું સ્થાન

અત્યાર સુધી રોહિત શર્મા ભારત માટે 449 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. આ 449 મેચમાં રોહિત શર્માએ 220 કેચ પકડ્યા છે. ભારત માટે રોહિત શર્માથી વધુ કેચ રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, મોહમ્મદ અઝહરૂદ્દીન અને સચિન તેંડુલકરે કર્યા છે. રાહુલે 504 મેચમાં 333 કેચ કર્યા છે, જ્યારે વિરાટ કોહલીએ 505 મેચમાં 303 કેચ કર્યા છે.

આ ખેલાડીઓએ ભારત માટે સૌથી વધુ કેચ કર્યા

પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના નામે 433 મેચમાં 261 કેચ છે. સાથે આ લિસ્ટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ચોથા નંબરે છે. ભારત માટે સચિને 664 મેચમાં 265 કેચ કર્યા છે. જે બાદ રોહિત શર્માનો નંબર આવે છે. આ ઉપરાંત આ લિસ્ટમાં વિરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી અને સુરેશ રૈના જેવા ખેલાડી સામેલ છે. વિરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી અને સુરેશ રૈનાએ ક્રમશઃ 182,174,170 અને 167 કેચ કર્યા છે.

  • Follow us on: