• એશિયા કપમાં રોહિતના નામે વધુ એક સિદ્ધી
  • પાક.ના પૂર્વ ખેલાડી શાહિદ અફરીદીનો તોડ્યો રેકોર્ડ
  • એશિયા કપમાં સૌથી વધુ સિક્સ ફટકારનારો ખેલાડી બન્યો રોહિત

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ 48 બોલ પર 53 રનની ઈનિંગ રમી છે. જેમાં તેમણે 7 ફોર અને 2 સિક્સ પણ ફટકારી છે. આ 2 સિક્સ સાથે જ રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. એશિયા કપમાં રોહિત શર્મા સૌથી વધુ સિક્સ લગાવનારો બેટ્સમેન બન્યો છે. આ પહેલાં આ રેકોર્ડ પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ અફરીદીના નામે હતો, પરંતુ હવે રોહિત શર્માએ શાહિદ અફરીદીને પાછળ છોડ્યો છે.

રોહિતે શાહિદ અફરીદીનો તોડ્યો રેકોર્ડ

એશિયા કપમાં રોહિત શર્માએ 28 સિક્સ લગાવી છે. હવે શાહિદ અફરીદી સિક્સ ફટકારવા મામલે બીજા નંબરે પહોંચી ગયો છે. પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ અફરીદીના નામે 26 સિક્સ છે. રોહિત શર્મા અને શાહિદ અફરીદી બાદ આ લિસ્ટમાં ત્રીજા નંબરે શ્રીલંકાના પૂર્વ ખેલાડી જયસૂર્યા છે. એશિયા કપમાં સનથ જયસૂર્યાના નામે 23 સિક્સ દાખલ છે. આ લિસ્ટમાં ચોથા નંબરે ભારતના પૂર્વ ખેલાડી સુરેશ રૈના આવે છે. રૈનાએ એશિયા કપમાં 18 સિક્સ લગાવી છે.

ભારત-શ્રીલંકા મેચમાં શુ થયું

કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ એશિયા કપ સુપર-4 રાઉન્ડ માટે ભારતીય ટીમની બીજી મેચ છે. ભારતે પ્રથમ મેચમાં બાબર આઝમના નૈતૃત્વવાળી પાકિસ્તાની ટીમને 228 રને હરાવી હતી. 34.2 ઓવર સુધી ભારતના 5 ખેલાડી આઉટ થયા છે. ડુનિથ વેલ્લાગેએ 4 જ્યારે અશલંકાએ 1 વિકેટ લીધી છે.

  • Follow us on: