• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની 6 વિકેટે જીત
  • ચાલુ મેચમાં રોહિત શર્માને આવ્યો હતો ગુસ્સો
  • મોહમ્મદ સિરાઝને લાઈવ મેચમાં આપી ગાળો

રવિવારે વર્લ્ડકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને આવી હતી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 વિકેટે જીત મેળવી છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલની પાર્ટનરશિપના કારણે ભારતે આ મેચમાં જીત મેળવી છે. જો કે, મેચમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન એક ખૂબ જ વિચિત્ર ઘટના બની હતી, જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેનો ગુસ્સો એટલો બધો હતો કે, તેણે બોલર મોહમ્મદ સિરાઝને જાહેરમાં અપશબ્દો કહ્યા હતા. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રોહિત શર્માએ સિરાઝ સાથે કર્યું ગેરવર્તન

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. કારણ કે, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ભારતીય બોલરોની સામે રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. સ્થિતિ એવી હતી કે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પૂરી 50 ઓવર સુધી પણ મેદાન પર ટકી શક્યા નહતા. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 49.3 ઓવરમાં 199 રન પર આઉટ થઈ હતી. જો કે, આમ છતાં ઓસ્ટ્રેલિયાની બેટિંગની છેલ્લી ઓવરમાં રોહિત શર્મા પોતાના બોલરોથી નાખુશ જોવા મળ્યો હતો. આ દરમિયાન તે ઈનિંગની છેલ્લી ઓવર ફેંકનારા મોહમ્મદ સિરાઝને ગાળો આપતો જોવા મળ્યો હતો.


મોહમ્મદ સિરાઝને આપી સલાહ

વીડિયોમાં જોઈ શકાય છે કે, છેલ્લી ઓવરના પહેલા બોલ પર મોહમ્મદ સિરાઝે બેટ્સમેનને એકપણ રન બનાવવા દીધો નહોતો. પરંતુ બીજા બોલ પર બેટિંગ કરી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી મિચેલ સ્ટાર્કે ફોર ફટકારી હતી.તેનો આ શોટ જોઈને રોહિત શર્માને ગુસ્સો આવ્યો હતો. જે બાદ રોહિત શર્માએ લાઈવ મેચમાં સિરાઝને ગાળો આપવા સાથે સલાહ આપી હતી. જો કે, આ થયા બાદ આગામી બોલ પર સિરાઝે સ્ટાર્કની વિકેટ લીધી હતી.

ભારતીય ટીમની 6 વિકેટે જીત

ઘણા ફેન્સને મોહમ્મદ સિરાઝ પ્રત્યે રોહિત શર્માનું વર્તન ખરાબ લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે, રોહિત ઘણીવાર મેદાન પર ગુસ્સામાં અને ગાળો બોલતો જોવા મળે છે. જો મેચની વાત કરવામાં આવે તો. મેચમાં પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 3, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ જ્યારે સિરાઝ, હાર્દિક અને અશ્વિને 1-1 વિકેટ લીધી હતી. જે બાદ ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલીએ 85 રન અને કેએલ રાહુલે અણનમ 97 રન બનાવ્યા હતા. આ સાથે ભારતીય ટીમે 52 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

  • Follow us on: