- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
- દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં મેચ
- રોહિત શર્માએ 2 રેકોર્ડ પોતાને નામે કર્યા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ક્રિસ ગેલનો સૌથી વધુ ઈન્ટરનેશનલ સિક્સ ફટકારવાનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે અફઘાનિસ્તાન સામે વર્લ્ડકપ 2023ની પોતાની બીજી મેચમાં ત્રણ સિક્સર ફટકારીને આ સિદ્ધિ મેળવી છે. હવે તે વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સિક્સ ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ પોતાની 453મી આંતરરાષ્ટ્રીય મેચની 473મી ઈનિંગમાં આ વર્લ્ડરેકોર્ડ બનાવ્યો છે.
રોહિતે સૌથી ઝડપી 1000 રન પૂર્ણ કર્યા
ભારતીય કેપ્ટને આ ઈનિંગમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત વનડે વર્લ્ડકપમાં 1000 રન પૂર્ણ કરનારો ખેલાડી બન્યો છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે 19મી ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે રોહિતે પણ 19 ઈનિંગ્સમાં વનડે વર્લ્ડકપમાં સૌથી ઝડપી 1000 રન પૂર્ણ કર્યા છે. આ ઈનિંગ રોહિતે શાનદાર અને તોફાની સદી ફટકારી છે. રોહિતે 63 બોલમાં પોતાના 100 રન પૂર્ણ કર્યા છે.
સૌથી વધુ સિક્સ ફટકારનારા ખેલાડી
| ખેલાડી | સિક્સ |
| રોહિત શર્મા | 553 |
| ક્રિસ ગેલ | 552 |
| શાહિદ આફરીદી | 476 |
| બ્રેન્ડન મેક્કુલમ | 398 |
| માર્ટિન ગુપ્ટિલ | 383 |
| એમએસ ધોની | 359 |
અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી
આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા રમતા અફઘાન ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 272 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 39 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ 2 સફળતા મળી હતી. કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન ટીમ માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધુ 80 રનની ઈનિંગ રમી હતી.