• રોહિત તોડી શકે સચિન તેંડુલકરનો રેકોર્ડ
  • 175 રન બનાવવા પર રોહિતના 10 હજાર રન બનશે
  • અત્યારે બીજા નંબર પર સચિન તેંડુલકર

ભારતીય કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ રમવામાં આવેલી ટેસ્ટ સીરિઝમાં સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. તેમણે પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. સાથે 2 મેચની 3 ઈનિંગમાં તેમણે 240 રન બનાવ્યા હતા. જેમાં 1 સદી અને 2 ફિફ્ટી સામેલ છે. હવે વનડે સીરિઝમાં રોહિત શર્માની નજર એક મોટા રેકોર્ડ પર રહેશે.

રોહિતે બનાવ્યા 9 હજાર 825 રન

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ વનડે સીરિઝમાં રોહિત શર્મા પોતાના વનડે કરિયરનાા 10 હજાર રન પૂર્ણ કરી શકે છે. હિટમેને અત્યાર સુધી 234 વનડે મેચમાં બેટિંગ કરીને 9 હજાર 825 રન બનાવ્યા છે. જેમાં તેમણે 30 સદી અને 48 ફિફ્ટી ફટકારી છે. જેમાં રોહિત શર્માની 3 બેવડી સદી પણ સામેલ છે. હવે રોહિત શર્માને 10 હજાર રન કરવા માટે માત્ર 175 રનની જરૂર છે. જેથી વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝમાં રોહિત શર્મા 10 હજાર રન પૂર્ણ કરી શકે છે.

સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે

રોહિત શર્મા આગામી 22 મેચમાં પણ 175 રન બનાવી લેશે, તો તે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવનારા બીજા નંબરના ખેલાડી બની જશે. અત્યારે પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન કરનારા ખેલાડીઓની યાદીમાં બીજા નંબર પર છે.

વિરાટ કોહલી નંબર 1 પર

વનડેમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 205 વનડેમાં 10 હજાર રન પૂર્ણ કર્યા હતા. તેમણે આ રેકોર્ડ 18 ઓગસ્ટ 2018ના રોજ તોડ્યો હતો. કિંગ કોહલીને આ રેકોર્ડ બનાવવામાં 10 વર્ષ અને 67 દિવસનો સમય લાગ્યો હતો.

  • Follow us on: