• વર્લ્ડકપ બાદ કરી પહેલી વખત પોસ્ટ
  • હાલમાં વેકેશન પર છે રોહિત શર્મા
  • પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે રોહિત

ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવી ટ્રોફી જીતી લીધી હતી. ભારતીય ટીમની આ હારને કારણે કરોડો ભારતીય ચાહકોના સપના એક જ ક્ષણમાં ચકનાચુર થઈ ગયા. ટીમની આ હારને ભારતના લોકો ભૂલી શક્યા નથી. ચાહકોથી લઈને ખેલાડીઓ સુધી દરેકને મોટો આંચકો લાગ્યો છે. ભારતની હાર બાદ કેપ્ટન રોહિત શર્મા રડવા લાગ્યા હતા. રોહિત રડતો રડતો ડ્રેસિંગ રૂમ તરફ ગયો. ત્યાર બાદથી રોહિત એક્ટિવ જોવા મળ્યો ન હતો. રોહિત સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નહોતો. પરંતુ હવે રોહિતે પહેલી પોસ્ટ કરી છે.


મહિના પછી ફરી હસશે મારા પિતા

રોહિત શર્માની નાની દીકરીને તાજેતરમાં પૂછવામાં આવ્યું કે તેના પિતા કેવા છે. તેના પર તેણે કહ્યું કે મારા પિતા એક મહિના પછી ફરી હસશે. છેલ્લા એક અઠવાડિયાથી રોહિત શર્મા વિશે કોઈ માહિતી નહોતી, તે ક્યાં છે? ભલે તેના જીવનમાં કંઇપણ ચાલી રહ્યું હોય. પરંતુ હવે રોહિતે તેના ચાહકોની રાહ ખતમ કરીને પોસ્ટ કરી છે. રોહિત શર્માએ રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સાથે જોવા મળ્યો છે.

વેકેશન પર છે રોહિત

વર્લ્ડ કપમાં હાર બાદ રોહિત શર્મા ક્યાંક રજા મનાવી રહ્યો છે. તે થોડા સમય માટે ક્રિકેટથી દુર રહેવા માંગે છે. રોહિત અને રિતિકા બંને ક્યાંક ફરવા ગયા છે. રોહિતે રિતિકાના ખભા પર હાથ મૂક્યો છે અને તે રસ્તાની વચ્ચે ચાલતો જોવા મળે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે રોહિત શર્મા વર્લ્ડ કપમાં મળેલી હારને ભૂલવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે આ દુ:ખને ભુલવું સરળ નહીં હોય, પરંતુ જો રોહિત આ દુ:ખમાં અટવાયેલો રહેશે તો આવતા વર્ષે T20 વર્લ્ડ કપ અને 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે મુશ્કેલ બની જશે.

  • Follow us on: