• અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં રોહિત કરશે વાપસી

  • લગભગ 14 મહિના પછી T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરશે રોહિત
  • અફઘાનિસ્તાન શ્રેણીમાંથી 3 મોટા ખેલાડીઓ બહાર

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ બાદ એક પણ T20 ઇન્ટરનેશનલ મેચ રમી નથી. તે 10 નવેમ્બર 2022થી આ ફોર્મેટથી દૂર છે. હવે તેના પરત ફરવાનો માર્ગ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સથી માહિતી સામે આવી છે કે રોહિત શર્મા 11 જાન્યુઆરીથી અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં કેપ્ટન તરીકે વાપસી કરવા જઈ રહ્યો છે. જ્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે T20 વર્લ્ડ કપ 2024માં માત્ર રોહિત જ કેપ્ટનશિપ કરી શકે છે.

હિટમેન 14 મહિના પછી T20માં વાપસી કરશે

રોહિત શર્મા હવે 426 દિવસ એટલે કે લગભગ 14 મહિના પછી T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરી શકે છે. જોકે, આ અંગે બીસીસીઆઈ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. પરંતુ બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મેનેજમેન્ટે રોહિત શર્મા સાથે ટી-20ને લઈને વાત કરી હતી અને તે વર્લ્ડ કપની કેપ્ટનશિપ માટે રાજી થઈ ગયો છે. અફઘાનિસ્તાન સામેની સીરિઝ વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની છેલ્લી T20 સિરીઝ છે, તેથી રોહિતના કમબેક માટે આનાથી સારી તક કોઈ હોઈ શકે નહીં.


અફઘાનિસ્તાન શ્રેણીમાંથી 3 મોટા ખેલાડીઓ બહાર!

અફઘાનિસ્તાન સામેની શ્રેણી પહેલા વધુ એક મોટું અપડેટ આવી રહ્યું છે. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ઈજાના કારણે પહેલાથી જ બહાર છે. રૂતુરાજ ગાયકવાડ પણ દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં આ ત્રણ મોટા ખેલાડીઓ અફઘાનિસ્તાન શ્રેણીમાં પણ જોવા નહીં મળે. આ ઉપરાંત વિરાટ કોહલીને લઈને હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી. રોહિત સિવાય વિરાટ અને રાહુલ પણ એવા ખેલાડી છે જેમણે 14 મહિનાથી T20 ઈન્ટરનેશનલ રમ્યા નથી.


અફઘાનિસ્તાન શ્રેણી માટે સંભવિત ભીરતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, સંજુ સેમસન, તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.

  • Follow us on: