• મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
  • મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • રોમારિયો શેફર્ડે 10 બોલમાં 39 રન બનાવ્યા

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સિક્સર અને ફોરનો વરસાદ જોવા મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ 33 બાઉન્ડ્રી ફટકારી હતી. MIના રોમારિયો શેફર્ડે છેલ્લી ઓવરમાં તબાહી મચાવી હતી. તેણે છેલ્લી ઓવરમાં 2 ફોર અને 4 સિકસર ફટકારી હતી. શેફર્ડે 10 બોલનો સામનો કર્યો અને 390ના સ્ટ્રાઈક રેટથી અણનમ 39 રન બનાવ્યા. આ સાથે શેફર્ડે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.

શેફર્ડના નામે નોંધાયો ખાસ રેકોર્ડ

રોમારિયો શેફર્ડ IPLમાં સૌથી વધુ બેટિંગ સ્ટ્રાઈક રેટ (ઓછામાં ઓછા 10 બોલ રમ્યા પછી) સાથે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. શેફર્ડે આ મામલે પેટ કમિન્સને પાછળ છોડી દીધો છે. કમિન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 373.33ની સ્ટ્રાઈક રેટથી 15 બોલમાં 56 રન બનાવ્યા હતા. એબી ડી વિલિયર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 372.72ની સ્ટ્રાઈક રેટથી 11 બોલમાં 41 રન બનાવ્યા હતા. જ્યારે આન્દ્રે રસેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 369.23ની સ્ટ્રાઈક રેટથી 13 બોલમાં 48 રન બનાવ્યા હતા.

છેલ્લી ઓવરમાં 32 રન બનાવ્યા

રોમારિયો શેફર્ડે છેલ્લી ઓવરમાં 32 રન બનાવ્યા હતા. આ સાથે તે IPL મેચની છેલ્લી ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર બીજા બેટ્સમેન બની ગયો છે. આ પહેલા રવિન્દ્ર જાડેજાએ આરસીબી સામે 20મી ઓવરમાં 36 રન બનાવ્યા હતા. આ યાદીમાં રિંકુ સિંહ ત્રીજા સ્થાને, હાર્દિક પંડ્યા-શ્રેયસ અય્યર ચોથા સ્થાને અને એબી ડી વિલિયર્સ-રોહિત શર્મા પાંચમા સ્થાને છે.

IPL મેચની 20મી ઓવરમાં સૌથી વધુ રન

  • 36 – રવિન્દ્ર જાડેજા વિ RCB
  • 32 – રોમારિયો શેફર્ડ વિ DC
  • 30 – રિંકુ સિંઘ વિ GT
  • 28 – હાર્દિક પંડ્યા વિ RPS
  • 28 – શ્રેયસ અય્યર વિ KKR
  • 26 – એબી ડી વિલિયર્સ વિ PWI
  • 26 – રોહિત શર્મા વિ PBKS
  • 26 – ઋષભ પંત વિ SRH
  • 26 – જોફ્રા આર્ચર વિ CSK
  • 26 – હાર્દિક પંડ્યા વિ RR
  • 25 – માર્કસ સ્ટોઇનિસ વિ PBKS
  • 25 – અભિષેક પોરેલ વિ PBKS
  • 25 – રિયાન પરાગ વિ DC

  • Follow us on: