- મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર પર દુખનો પહાડ તૂટી પડ્યો
- સાસુના મૃત્યુ પછી ગાવસ્કરે અધવચ્ચે કોમેન્ટ્રી છોડવી પડી
- BCCIના વચગાળાના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે ગાવસ્કર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ શુક્રવાર (2 ફેબ્રુઆરી)થી વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ હતી. મેચના પહેલા જ દિવસે મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. તેઓ કોમેન્ટ્રી માટે વિશાખાપટ્ટનમમાં હતા, પરંતુ કાનપુર જવું પડ્યું. વાસ્તવમાં, સાસુના મૃત્યુ પછી ગાવસ્કરે અધવચ્ચે કોમેન્ટ્રી છોડી દેવી પડી હતી.
સાસુનું થયું નિધન
ગાવસ્કર તેમની પત્ની માર્શનીલ ગાવસ્કર અને તેમના પરિવાર સાથે રહેવા માટે શુક્રવારે બપોરે કાનપુર ગયા હતા. ભારતીય ટીમની સિરીઝ દરમિયાન કોમેન્ટ્રી માટે ગાવસ્કરની ખૂબ માંગ છે. ભૂતપૂર્વ સુકાની પ્રથમ ટેસ્ટ દરમિયાન હૈદરાબાદમાં યજમાન બ્રોડકાસ્ટર્સની કોમેન્ટ્રી પેનલનો ભાગ હતા અને શુક્રવારે તેની સાસુના અવસાન વિશે જાણતા પહેલા વિશાખાપટ્ટનમમાં બ્રોડકાસ્ટ ટીમ સાથે કોમેન્ટ્રી ફરી શરૂ કરી દીધી હતી.
ગાવસ્કરની માતાનું 2022માં અવસાન થયું
2022માં જ સુનીલ ગાવસ્કરની માતાનું વય સંબંધિત સમસ્યાઓના કારણે અવસાન થયું હતું. તેમની માતા મીના ગાવસ્કર 95 વર્ષની હતી. તેમની માતાના મૃત્યુ સમયે, ગાવસ્કર ઢાકામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા.
ગાવસ્કરની કારકિર્દી
ગાવસ્કરે ભારત માટે 125 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 10122 રન બનાવ્યા હતા. તેના નામે 108 ODI મેચોમાં 3092 રન છે. ગાવસ્કર વિશ્વ ક્રિકેટના સૌથી જાણીતા અવાજોમાંથી એક છે. નિવૃત્તિ પછી, ગાવસ્કરે ક્રિકેટ વહીવટમાં ઘણી ભૂમિકાઓ ભજવી હતી. તેઓ BCCIના વચગાળાના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે.