- બેલારુસની સાસનોવિચ ક્લીવલેન્ડ ઓપનની ફાઇનલમાં પહોંચી
- એલિસ કોર્નેટને 6-7 (5), 7-5, 6-3થી પરાજય આપ્યો
- કારકિર્દીમાં ચોથી વખત કોઇ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી
બેલારુસની સાતમી ક્રમાંકિત એલેકસાન્દ્રા સાસનોવિચે ફ્રાન્સની આઠમી ક્રમાંકિત એલિસ કોર્નેટને ત્રણ સેટ સુધી રમાયેલા મુકાબલામાં હરાવીને ટેનિસ ઇન ધ લેન્ડ ક્લીવલેન્ડ ઓપન ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઇનલમાં સાસનોવિચે કોર્નેટને બે કલાક 50 મિનિટ સુધી સંઘર્ષ કરાવીને 6-7 (5), 7-5, 6-3થી પરાજય આપ્યો હતો.














