• 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ
  • પાકિસ્તાન વિરુદ્ધ મેચ જીતવા સહેવાગે આપ્યું સૂચન
  • અફઘાનિસ્તાન વિરુદ્ધ દિગ્ગજને આરામ આપવા કહ્યું

ભારતીય ટીમે વર્લ્ડકપ 2023ની શાનદાર શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે હતી. આ મેચમાં રોહિતના નૈતૃત્વવાળી ટીમે શાનદાર પ્રદર્શન કરીને 6 વિકેટે જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ આવતીકાલે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ભારતની મજબૂત પ્લેઈંગ ઈલેવનને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે વધુ મહેનત કરવાની જરૂર રહેશે નહીં.

14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ

અફઘાનિસ્તાન બાદ ભારતીય ટીમ ત્રીજી મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે 14 ઓક્ટોબરે રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોની નજર આ મેચ પર ટકેલી છે, ત્યારે પૂર્વ ક્રિકેટરો પણ આ મેચ પર સતત પોતપોતાના મંતવ્યો શેર કરી રહ્યા છે. આ તમામ વચ્ચે ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે.

વિરેન્દ્ર સહેવાગે શું કહ્યું?

44 વર્ષીય પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે રવિચંદ્રન અશ્વિનને અફઘાનિસ્તાન સામે પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા આરામ આપવો જોઈએ. તેમણે કહ્યું કે, મને લાગે છે કે અશ્વિનને આરામ આપવામાં આવશે. શમી શાનદાર ફોર્મમાં છે. શમીએ ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટ પણ ઝડપી હતી.

કેએલ રાહુલની કરી પ્રશંસા

સહેવાગે કેએલ રાહુલની પણ પ્રશંસા કરી છે. આ ઉપરાંત તેમણે રાહુલની વિકેટકીપર તરીકે પસંદગીના નિર્ણય પર રોહિત અને રાહુલ દ્રવિડની પણ પ્રશંસા કરી છે. સેહવાગનું માનવું છે કે કેએલ રાહુલે ટીમને મજબૂત બનાવી છે.

  • Follow us on: