- સૂર્યકુમાર યાદવની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ
- અર્શદીપ સિંહે સૌથી વધુ 5 વિકેટ લીધી
- આવેશ ખાનને 4 સફળતા મળી
પ્રથમ વનડેમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાની ટીમ બેટિંગ કરવા આવી હતી, પરંતુ સમગ્ર ટીમ 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો. અર્શદીપ સિંહે 10 ઓવરમાં 37 રન આપીને 5 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ પછી, સૂર્યકુમાર યાદવે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અર્શદીપ સિંહની તસવીર પોસ્ટ કરી. કેપ્શનમાં પણ લખ્યું- શેર સિંહ રાણા કો હરાયેગા તું? હૈ દમ?'
સોશિયલ મીડિયા પર સૂર્યકુમારની સ્ટોરી વાયરલ
સૂર્યકુમાર યાદવની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. વાસ્તવમાં, તાજેતરમાં સૂર્યકુમાર યાદવ અને અર્શદીપ સિંહ ભારત-દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીમાં સાથે રમી રહ્યા હતા, પરંતુ આજે સૂર્યકુમાર યાદવ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી.
સૂર્યાએ લોકોના મોઢા બંધ કર્યા
છેલ્લા બે દિવસથી કેટલાક લોકો એવી અફવા ફેલાવી રહ્યા હતા કે સૂર્યકુમાર યાદવ અર્શદીપ સિંહ પર ગુસ્સે છે, પરંતુ આજે સૂર્યકુમાર યાદવે ઇન્સ્ટા પર અર્શદીપના વખાણ કરતી સ્ટોરી મુકીને બધાને ચૂપ કરી દીધા છે.
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું
આ મેચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમ 27.3 ઓવરમાં 116 રન પર જ ઓલ આટ થઇ ગઇ. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આવેશ ખાનને 4 સફળતા મળી. કુલદીપ યાદવે નંદ્રે બર્જરને આઉટ કર્યો હતો. જવાબમાં બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં 2 વિકેટે 117 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ રીતે ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ 19 ડિસેમ્બરે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે શરૂ થશે.