- ગિલ અને આવેશ ગ્રુપ સ્ટેજ પછી ભારત પરત ફરશે
- ગીલે ઈન્સ્ટાગ્રામ પર રોહિત શર્માને અનફોલો કર્યો
- શુભમન ગિલને શિસ્ત ભંગના કારણે પાછો મોકલાશે
શુભમન ગિલ ક્રિકેટની દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ જ્યારે ટી-20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી, ત્યારે તે એક મોટો વિષય બની ગયો હતો. વાસ્તવમાં તે ટીમ ઈન્ડિયા સાથે અમેરિકા ગયો હતો. પરંતુ તે સ્ટેડિયમમાં રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓને સપોર્ટ કરતો જોવા મળ્યો ન હતો. રિંકુ સિંહ, આવેશ ખાન અને ખલીલ અહેમદ જેવા અન્ય રિઝર્વ ખેલાડીઓ ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ટીમને ચીયર કરતા જોવા મળ્યા હતા.
શુભમન અને આવેશ ગ્રુપ સ્ટેજની મેચો બાદ સ્વદેશ પરત ફરશે
અહેવાલો સામે આવ્યા છે કે શુભમન ગિલ અને આવેશ ખાન ગ્રુપ સ્ટેજ પછી ભારત પરત ફરશે. કારણ કે અમેરિકામાં કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેને તાત્કાલિક બદલી માટે જ રાખવામાં આવ્યો હતો. પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત ટાઇટન્સના કેપ્ટનની વાપસીનું સાચું કારણ શિસ્ત બંઘનો મુદ્દો છે. શુભમન ગિલ અમેરિકામાં ટીમ સાથે બિલકુલ જોવા મળ્યો ન હતો. સમાચાર એ છે કે તે ટીમથી દૂર સમય પસાર કરી રહ્યો હતો અને કદાચ તેના સાઈડ બિઝનેસમાં વ્યસ્ત હતો.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે શુભમન ગિલ અને અવેશ ખાન ઈન્ડિયન લીગ મેચો બાદ ભારત પરત ફરશે. વાસ્તવમાં બંને ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે શુભમન ગિલ સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલને અનુશાસનહીનતાને કારણે ભારત પરત મોકલવામાં આવી રહ્યો છે. એવા પણ સમાચાર છે કે ભારતીય ટીમને સપોર્ટ કરવાને બદલે શુભમન ગિલ પોતાના સાઈડ બિઝનેસમાં વ્યસ્ત હતો. આ સિવાય એવું માનવામાં આવે છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે.
શુભમને રોહિતને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો
આ સમગ્ર મામલે વધુ એક ટ્વિસ્ટ સામે આવ્યો છે કે શુભમન ગીલે ઈન્સ્ટાગ્રામ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માને અનફોલો કરી દીધો છે. તે હવે રોહિતને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતો નથી. એવું લાગે છે કે ટીમ ઈન્ડિયા અને શુભમન ગિલ વચ્ચે કદાચ કંઈક સારું નથી ચાલી રહ્યું. ગીલે ગત ODI વર્લ્ડકપમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ વખતે તેને T20 વર્લ્ડકપની મુખ્ય ટીમમાં સ્થાન મળ્યું નથી. રિઝર્વ ખેલાડી તરીકે તે ભારતીય ટીમ સાથે અમેરિકા ગયો છે. જો કે હવે આ અહેવાલો કેટલા સાચા છે તે જોવું રસપ્રદ રહેશે.
શુભમન ગિલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
24 વર્ષીય શુભમન ગીલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે અત્યાર સુધી 25 ટેસ્ટ, 44 વનડે અને 14 ટી20 મેચ રમી છે. તેના ટેસ્ટમાં 1492 રન, વનડેમાં 2271 અને ટી20માં 335 રન છે.