• ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
  • શુભમનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ
  • પાકિસ્તાન સામે ગિલના રમવા પર સવાલ યથાવત

ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે યુવા બેટ્સમેન શુભમન ગિલની હેલ્થ અંગે કેટલાક ખુલાસા કર્યા છે. તેણે પુષ્ટિ કરી છે કે શુભમન ગિલ બીમારીથી પીડિત છે, અને હજુ પણ ચેન્નાઈમાં રિકવરી સ્ટેજ પર છે. બેટિંગ કોચે એમ પણ કહ્યું કે તેને ચેન્નાઈની એક હોસ્પિટલમાં માત્ર તેને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હવે તે હોટલ પાછો ફર્યો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં રહેલા શુભમન ગિલને વર્લ્ડકપની શરૂઆત પહેલા ડેન્ગ્યૂ થયો હતો, જેના કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ રમી શક્યો નહોતો. તે પછી, બીસીસીઆઈએ તેને સોમવારે અફઘાનિસ્તાન સામેની ભારતની બીજી વર્લ્ડકપ મેચમાંથી પણ બહાર કરી દીધો કારણ કે તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ચેન્નાઈમાં રહ્યો હતો.

બેટિંગ કોચે ગિલની હેલ્થ અંગે જણાવ્યું

હવે ભારતના બેટિંગ કોચે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "તે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. તેને ચેન્નાઈની એક હોસ્પિટલમાં માત્ર તેને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તે હોટેલમાં પાછો ફર્યો છે, અને તે સાજો થઈ રહ્યો છે. તેની મેડિકલ ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે અને, અમને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે.

ગિલની જગ્યાએ ઇશાન કિશન કરશે ઓપનિંગ

શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો પ્રાથમિક ઓપનિંગ બેટ્સમેન હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેની જગ્યાએ ઈશાન કિશનને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ તે શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. જોકે, અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા ગિલની જગ્યાએ ઈશાન કિશનને ઓપનિંગ કરવાની તક આપી શકે છે. જો કે, ડેન્ગ્યુ જેવા તાવમાંથી સાજા થવામાં અને પછી મેચ માટે ફિટ થવામાં ઓછામાં ઓછા 2 અઠવાડિયા લાગે છે. આવી સ્થિતિમાં શુભમન ગિલ માટે 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.

  • Follow us on: