- કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ક્રમાંકે પહોંચી સ્મૃતિ મંધાના
- ઇંગ્લેન્ડ સામેના શાનદાર પ્રદર્શનનો રેન્કિંગમાં થયો ફાયદો
- T20 રેન્કિંગમાં હરમનપ્રીત 14મા, રેણુકાસિંઘ 10મા ક્રમાંકે
ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડ સામેના શાનદાર પ્રદર્શનની મદદથી વિમેન્સ T20 રેન્કિંગમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ બીજા તથા વન-ડેમાં સાતમા ક્રમાંકે પહોંચી ગઇ છે. પ્રથમ વન-ડેમાં રમેલી 91 રનની ઇનિંગ વડે મંધાના વન-ડેમાં ત્રણ ક્રમાંકની આગેકૂચ કરવામાં સફળ રહી છે.














