સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાન સામે વનડે સિરીઝ અને આયર્લેન્ડ સામે T20 સિરીઝ રમશે. અફઘાનિસ્તાન સામે 3 મેચની ODI સિરીઝ રમાશે, જેની પ્રથમ મેચ 18 સપ્ટેમ્બરે રમાશે. આયર્લેન્ડ સામે 3 મેચની T-20 સિરીઝ અને 3 મેચની ODI સિરીઝ રમાશે. 27 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામેની વનડે સીરીઝ શરૂ થઈ રહી છે. ODI અને T-20 ટીમ માટે અલગ-અલગ કેપ્ટનની પસંદગી કરવામાં આવી છે.
આ ખેલાડીને ODIની જવાબદારી મળી છે
અફઘાનિસ્તાન સામેની 3 મેચની વનડે સિરીઝ માટે ટેમ્બા બાવુમાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમના સિવાય ટ્રીસ્ટન સ્ટબ્સ, નાન્દ્રે બર્ગર અને રીઝા હેન્ડ્રીક્સ જેવા ખેલાડીઓને તક મળી છે.
આ ખેલાડીને T20 સિરીઝની કમાન મળી છે
એડન માર્કરામને આયર્લેન્ડ સામેની 3 મેચની T20 સિરીઝની જવાબદારી સોંપવામાં આવી છે. નાન્દ્રે બર્ગર સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સને પણ T20 ટીમમાં તક આપવામાં આવી છે. આ ખેલાડીઓ સતત આફ્રિકા ટીમનો ભાગ બની રહ્યા છે.
અફઘાનિસ્તાન સામે ODI ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, નાન્દ્રે બર્ગર, ટોની ડી જોર્ઝી, બ્યોર્ન ફોર્ટ્યુન, રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ, વિયાન મુલ્ડર, લુંગી એનગીડી, એન્ડીલે ફેહલુકવાયો, નકાબાયોમ્ઝી પીટર, એન્ડીલે સિમલેન, જેસન સ્મિથ, ટ્રીસ્ટન સ્ટબ્સ, કાઈલ વેરિન, લિઝાર્ડ વિલિયમ્સ
આયર્લેન્ડ સામે T20 ટીમ
એડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, મેથ્યુ બ્રેટ્ઝકે, નાન્દ્રે બર્ગર, બ્યોર્ન ફોર્ટ્યુન, રીઝા હેન્ડ્રીક્સ, પેટ્રિક ક્રુગર, વિયાન મુલ્ડર, લુંગી એનગીડી, નકાબા પીટર, રેયાન રિકલ્ટન, એન્ડીલે સિમલેન, જેસન સ્મિથ, ટ્રિસ્ટન સ્ટબ્સ, લિઝાર્ડ વિલિયમ્સ
આયર્લેન્ડ સામે ODI ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, નાન્દ્રે બર્ગર, ટોની ડી જોર્ઝી, બ્યોર્ન ફોર્ટ્યુન, વિયાન મુલ્ડર, લુંગી એનગીડી, એન્ડીલે ફેહલુકવાયો, નકાબા પીટર, રેયાન રિકલ્ટન, જેસન સ્મિથ, ટ્રીસ્ટન સ્ટબ્સ, રાસી વાન ડેર ડુસેન, કાઈલ વેરિન, લિઝાર્ડ વિલિયમ્સ