ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે, તો બીજી તરફ રણજી ટ્રોફીની નવી સીઝન પણ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના ઘણા યુવા ખેલાડીઓ મોજ મચાવી રહ્યા છે. રણજી ટ્રોફીના ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈએ તેની આગામી મેચ માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં બે ખેલાડીઓને બહાર રાખવામાં આવ્યા છે.


સૂર્યકુમાર યાદવની સાથે આ ખેલાડીઓ પણ બહાર

પ્રથમ મેચમાં મહારાષ્ટ્રને હરાવ્યા બાદ હવે મુંબઈએ તેની આગામી મેચ માટે ટીમની જાહેરાત કરી છે. જેના કારણે સૂર્યકુમાર યાદવ અને ઓપનર પૃથ્વી શૉને બાકાત રાખવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ મેનેજમેન્ટ પૃથ્વી શૉની ફિટનેસથી ખુશ નથી. જેના કારણે મુંબઈએ તેને બ્રેક આપવાનો નિર્ણય કર્યો છે.


ફિટનેસના લીધે પૃથ્વી શૉ બહાર

શોને ફિટનેસ પર ધ્યાન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. આગામી મેચ માટે શૉના સ્થાને અખિલ હૈદરવાદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય પૃથ્વીનું ખરાબ ફોર્મ પણ મુંબઈ માટે ચિંતાનો વિષય રહ્યું હતું. બરોડા સામે શૉએ પ્રથમ ઇનિંગમાં 7 રન અને બીજી ઇનિંગમાં 12 રનની ઇનિંગ રમી હતી.

પારિવારિક કારણોસર સૂર્યા થયો બહાર

બીજી તરફ ટી20 ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં તક મળી નથી. સૂર્ય મહારાષ્ટ્ર સામે રમતા જોવા મળ્યો હતો. જોકે, તેનું પ્રદર્શન પણ કંઈ ખાસ નહોતું. સૂર્યાને મહારાષ્ટ્ર સામે માત્ર એક જ ઇનિંગ રમવાની તક મળી હતી, જેમાં તેના બેટમાંથી માત્ર 7 રન જ બન્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યાએ પારિવારિક કારણોસર આગામી મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

મુંબઈની સ્કવોડ

અજિંક્ય રહાણે (c), અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર, અખિલ હેરવાડકર, આયુષ મ્હાત્રે, હાર્દિક તમોરે (wk), સિદ્ધેશ લાડ, શમ્સ મુલાની, સૂર્યાંશ શેડગે, સિદ્ધાંત, શાર્દુલ ઠાકુર, કર્ષ કોઠારી, મોહિત અવસ્થી, મોહમ્મદ જુનેદ ખાન, હિમાંસુ સિંહ, રોયસ્ટન ડાયઝ.


  • Follow us on: