- T20 વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજમાં ભારતનું શાનદાર પ્રદર્શન
- સુપર 8 તબક્કામાં ભારત અફઘાનિસ્તાન સામે ટકરાશે
- કેન્સિંગ્ટન ઓવલમાં રમાશે ભારત-અફઘાનિસ્તાનની મેચ
T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ સુપર-8માં અફઘાનિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ 20 જૂને વેસ્ટ ઈન્ડિઝના બ્રિજટાઉનમાં સ્થિત કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. આ મેદાન ભારતીય ટીમ માટે ખરાબ રહ્યું છે. ભારતે આ મેદાન પર એકપણ ટી20 કે ટેસ્ટ મેચ જીતી નથી. ભારતે અત્યાર સુધી ટૂર્નામેન્ટની તમામ મેચ અમેરિકામાં રમી છે.
સુપર 8માં 3 મેચ રમશે ભારત
હવે ભારતે ટુર્નામેન્ટના આગલા તબક્કામાં એટલે કે સુપર-8માં 3 મેચ રમવાની છે. આ તમામ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. ભારતની મેચ પહેલા આવો જાણીએ કે આ મેદાન પર અત્યાર સુધી કેવા પ્રકારની મેચ રમાઈ છે. આ મેચોમાં કેટલા રન બનાવ્યા છે. શું મેચમાં બેટ્સમેન કે બોલરોને મદદ મળી?
લો સ્કોરિંગ રહી પ્રથમ મેચ
આ વર્લ્ડકપની પ્રથમ મેચ 3 જૂને ઓવલ મેદાન પર રમાઈ હતી. આ મેચ નામિબિયા અને ઓમાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં નામિબિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા. પીચની દૃષ્ટિએ આ ટાર્ગેટ નાનો ગણાતો હતો, પરંતુ આ નાના લક્ષ્યનો પીછો કરતી વખતે ઓમાનની ટીમ 19.4 ઓવરમાં 109 રનના સ્કોર પર પડી ગઈ હતી. મેચ ટાઈ થતાં બંને ટીમો વચ્ચે સુપર ઓવર રમાઈ હતી. જેમાં નામિબિયાનો 11 રને વિજય થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો સૌથી મોટો સ્કોર
ઓસ્ટ્રેલિયન ટીમે આ વર્લ્ડકપમાં ઓવલ મેદાન પર સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 8 જૂને ઈંગ્લેન્ડ સામે આ સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 165 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 36 રને જીતી હતી.
મેચના પરિણામો કેવા રહ્યા?
આ મેદાન પર T20 વર્લ્ડકપ 2024ની અત્યાર સુધી 5 મેચ રમાઈ છે. આ પૈકી ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જ્યારે નામિબિયા અને ઓમાન વચ્ચેની મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 3 મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 2 મેચ જીતી છે અને બાદમાં બેટિંગ કરનાર ટીમે 1 મેચ જીતી છે.
ઓવલ ખાતે રમાયેલી T20 વર્લ્ડકપ 2024 મેચોના પરિણામો
પ્રથમ મેચ – 3 જૂન (નામિબિયા vs ઓમાન)
- નામિબિયા – 20 ઓવરમાં 109/6
- ઓમાન - 19.4 ઓવરમાં 109/6
- સુપર ઓવરમાં નામિબિયા 11 રને જીત્યું.
બીજી મેચ - 4 જૂન (ઇંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ)
- સ્કોટલેન્ડ - 10 ઓવરમાં 90/0
- વરસાદને કારણે મેચ રદ્દ
ત્રીજી મેચ – 6 જૂન (ઓસ્ટ્રેલિયા vs ઓમાન)
- ઓસ્ટ્રેલિયા – 20 ઓવરમાં 164/5
- ઓમાન - 20 ઓવરમાં 125/9
- ઓસ્ટ્રેલિયા 39 રને જીત્યું
ચોથી મેચ – 7 જૂન (નામિબિયા vs સ્કોટલેન્ડ)
- નામિબિયા – 20 ઓવરમાં 155/9
- સ્કોટલેન્ડ – 18.3 ઓવરમાં 157/5
- સ્કોટલેન્ડ 5 વિકેટે જીત્યું
પાંચમી મેચ – 8 જૂન (ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ)
- ઓસ્ટ્રેલિયા – 20 ઓવરમાં 201/7
- ઈંગ્લેન્ડ – 20 ઓવરમાં 165/6
- ઓસ્ટ્રેલિયા 36 રને જીત્યું