• ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024
  • ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને હરાવ્યુ
  • રોહિત શર્માએ કેપ્ટન તરીકે એક ખાસ રેકોર્ડ બનાવ્યો

T20 વર્લ્ડ કપ 2024 ની મેચ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને હરાવ્યું હતું. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર ICC ટ્રોફીની રાહનો અંત લાવવા આવી છે. આયરલેન્ડ સામેની જીત સાથે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કેપ્ટન તરીકે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ મેચ જીતીને તેણે એમએસ ધોનીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

રોહિત શર્માના નામે ખાસ રેકોર્ડ

રોહિત શર્માએ અત્યાર સુધી 55 T20 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટનશિપમાં 43 મેચ જીતી છે. જ્યારે એમએસ ધોનીએ 72 ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. આ દરમિયાન તેણે 42 મેચ જીતી હતી. આવી સ્થિતિમાં રોહિત શર્મા આ યાદીમાં એમએસ ધોનીને પાછળ છોડીને આગળ નીકળી ગયો છે. તે જીત સાથે ભારતનો સૌથી સફળ T20 કેપ્ટન પણ બની ગયો છે. આ ફોર્મેટમાં કોઈ પણ ભારતીય કેપ્ટન આટલી બધી મેચ જીતી શક્યો નથી.

  • 78 મેચમાં 45 જીત - બાબર આઝમ (પાકિસ્તાન)
  • 56 મેચમાં 44 જીત - બ્રાયન મસાબા (યુગાન્ડા)
  • 71 મેચમાં 44 જીત - ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ)
  • 55 મેચમાં 43 જીત - રોહિત શર્મા (ભારત)
  • 52 મેચમાં 42 જીત - અસગર અફઘાન (અફઘાનિસ્તાન)
  • 72 મેચમાં 42 જીત - એમએસ ધોની (ભારત)
  • 76 મેચમાં 41 જીત - એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)

આ કેપ્ટનને પણ હરાવ્યો

એમએસ ધોની ઉપરાંત રોહિત શર્માએ અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાનને પાછળ છોડી દીધો છે. અસગર અફઘાનની કપ્તાનીમાં અફઘાનિસ્તાનની ટીમે 52 ટી 20માંથી 42 મેચ જીતી હતી. રોહિત શર્મા વિશ્વભરમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટનની યાદીમાં ચોથા ક્રમે આવી ગયો છે. આયર્લેન્ડ બાદ હવે 9 જૂને ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે ટક્કર થશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની છેલ્લી બે મેચ અમેરિકા અને કેનેડા સામે રમશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજમાં હજુ ત્રણ વધુ મેચ રમવાની છે.

  • Follow us on: