- T20 વર્લ્ડકપ 2024માં વિરાટ કોહલીના રમવા પર ખતરો છે
- આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીના ભૂતકાળના આંકડા
- T20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીના આંકડા ઘણા પ્રભાવશાળી છે
આ વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ દ્વારા આયોજિત થનારા T20 વર્લ્ડકપ 2024માં વિરાટ કોહલીના રમવા પર ખતરો છે. મંગળવારે જ્યારે કોહલી વિશે સમાચાર આવ્યા કે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ તેને T20 વર્લ્ડકપમાંથી બહાર કરવાનો વિચાર કરી રહ્યા છે, ત્યારે ક્રિકેટ ચાહકો તેને પચાવી શક્યા નહીં. મેનેજમેન્ટ અને પસંદગીકારો કોહલીને બહાર રાખવા માટે કોઈ કારણ આપી શકે છે, પરંતુ સત્ય એ છે કે વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટ માટે યોગ્ય ખેલાડી છે. તેમના આંકડા આના સાક્ષી છે. વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપમાં રમશે કે નહીં તે તો આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ તે પહેલા આવો જાણીએ કે આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીના ભૂતકાળના આંકડા શું કહી રહ્યા છે?
ટુર્નામેન્ટમાં મજબૂત પ્રદર્શન
ટી-20 વર્લ્ડકપની પાછલી સિઝનમાં કિંગ કોહલીના આંકડા સાક્ષી આપી રહ્યા છે કે તેમના જેવા દિગ્ગજ ખેલાડીને આ ટૂર્નામેન્ટમાંથી બહાર ન કરી શકાય. વર્ષ 2022માં ઈંગ્લેન્ડમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ પહેલા વિરાટ કોહલીને ભારતીય ટીમમાં રાખવાની ઘણી વાતો થઈ હતી. તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને આ પછી પાકિસ્તાન સામેની પહેલી જ મેચમાં કોહલીએ શાનદાર ઇનિંગ રમી અને ટીમને જીત સુધી પહોંચાડી.
પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ 53 બોલમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી અણનમ 82 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી અને ટીકાકારોને જવાબ આપ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં કિંગ કોહલીએ સાબિત કર્યું હતું કે તે આ ફોર્મેટમાં એક મહાન ખેલાડી છે. તે ટુર્નામેન્ટમાં તેણે 6 મેચમાં 4 અડધી સદીની મદદથી કુલ 296 રન બનાવ્યા હતા. તે ટૂર્નામેન્ટનો ટોપ રન સ્કોરર પણ હતો.
T20 વર્લ્ડકપમાં કિંગ કોહલીના આંકડા
T20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીના આંકડા ઘણા પ્રભાવશાળી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ 27 મેચ રમી છે, જેમાં તેણે 81.5ની એવરેજથી 1141 રન બનાવ્યા છે. આ મેગા ઈવેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં તે ટોચ પર છે. તેના પછી શ્રીલંકાના મહેલા જયવર્દનેનું નામ આ યાદીમાં બીજા નંબર પર આવે છે. શ્રીલંકાના દિગ્ગજના નામે T20 વર્લ્ડકપમાં 1016 રન છે.
સૌથી વધુ ફિફ્ટી બનાવનાર ખેલાડીઓ
T20 વર્લ્ડકપમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે. તેણે T20 વર્લ્ડકપમાં કુલ 14 અડધી સદી ફટકારી છે. તેના પછી બીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ (9 ફિફ્ટી)નું નામ આવે છે. વિરાટ કોહલી ટી20 વર્લ્ડકપમાં બે વખત પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ બની ચૂક્યો છે, જે સૌથી વધુ છે. આ કારનામું વિરાટ કોહલીએ વર્ષ 2014 અને 2016માં કર્યું હતું.