• ભારતીય મહિલા ટીમ T20 વર્લ્ડ ચેમ્પિયન બનવાથી બે જીત દૂર
  • ગુરુવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ સેમિફાઇનલ મુકાબલો
  • ફાઈનલમાં પ્રવેશવા ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં હરાવવું જ પડશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતવાથી માત્ર બે ડગલાં દૂર છે. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચ ગુરુવારે સાંજે 6:30 કલાકે શરૂ થશે, જે સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાશે. આ મેચમાં જીતનાર ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરશે.

T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલ મુકાબલો

મહિલા T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી સતત ધમાકેદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમ આવતીકાલે પ્રથમ સેમિફાઇનલમાં શક્તિશાળી ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારત છેલ્લા પાંચ વર્ષમાં ટોચની ટીમોમાં સામેલ છે પરંતુ કોઈ મોટી ટ્રોફી જીતી શક્યું નથી. હવે અપેક્ષા મુજબ ટીમ વધુ એક ICC ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ ભૂતકાળમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરી શકી નથી. ખાસ કરીને નોકઆઉટ મેચોમાં ટીમ ઇન્ડિયા ફ્લોપ સાબિત થઇ છે.


ઓસ્ટ્રેલિયા સામે કાંટે કી ટક્કર

ઓસ્ટ્રેલિયાએ છેલ્લી T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું અને તાજેતરમાં જ ગયા વર્ષે બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ મેચ જીતી હતી. 2017માં ODI વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યા પછી ભારતમાં મહિલા ક્રિકેટ ઝડપથી આગળ વધી રહી છે અને હવે ગુરુવારે કરો યા મરો મુકાબલામાં અપેક્ષાઓને પ્રદર્શનમાં પરિવર્તિત કરવાનો સમય આવી ગયો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે ગ્રૂપ સ્ટેજમાં છેલ્લી ચારમાંથી ત્રણ મેચ જીતી હતી. ટીમનો એકમાત્ર પરાજય ઈંગ્લેન્ડ સામે થયો હતો.

ભારતે સંભાળીને રમવું પડશે

મેગ લેનિંગની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ T20 મેચોમાં સતત 22 મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી છે અને મોટી મેચોમાં પોતાની રમતને ટોચના સ્તર પર લઈ જવા માટે પ્રખ્યાત છે. ઑસ્ટ્રેલિયા માર્ચ 2021માં ન્યુઝીલેન્ડ સામે T20 મેચ હાર્યા બાદ કોઈપણ ફોર્મેટમાં માત્ર બે સત્તાવાર મેચ હારી છે અને આ બંને હાર ભારત સામે થઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ડિસેમ્બરમાં મુંબઈમાં 4-1થી શ્રેણી જીતી હતી.


ભારતની ટીમઃ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાણી, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ.

ઓસ્ટ્રેલિયાની ટીમ:

મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હીલી, ડી'આર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, હીથર ગ્રેહામ, ગ્રેસ હેરિસ, જેસ જોનાસેન, અલાના કિંગ, તહલિયા મેકગ્રા, બેથ મૂની, એલિસ પેરી, મેગન શુટ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેરહામ.

  • Follow us on: